પર્થ: ટીમ ઇન્ડિયા સામેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટના નુકસાન પર 132 રન બનાવી લીધા હતા. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયા પર 175 રનની લીડ મેળવી છે. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા 41 રન અને ટિમ પેન આઠ રને રમતમાં છે. હેડ 19, હેરિસ 20 રને આઉટ થયા હતા. એરોન ફિંચ 25 રને રિટાયર્ડ હર્ટ થયો હતો.


અગાઉ વિરાટ કોહલીની સદીની મદદથી ટીમ ઇન્ડિયા 283 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે.  આ સાથે ઓસ્ટ્રેલિયાએ 43 રનની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 326 રન પર ઓલઆઉટ થઇ ગઈ હતી.જેના જવાબમાં ટીમ ઇન્ડિયા ત્રીજા દિવસે લંચ બાદ ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 283 રન બનાવી શકી હતી.  શાનદાર બેટિંગ કરતા વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કેરિયની 25મી સદી(123) ફટકારી છે. હનુમા વિહારી 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.  પંત 36 રન બનાવી શક્યો હતો. લિયોને પાંચ વિકેટ ઝડપી હતી.આ ઇનિંગમાં રહાણેએ પોતાના ટેસ્ટ કરિયરની 17મી અડધી સદી ફટકારી હતી. રહાણે 51 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને રહાણેએ 91 રનોની ભાગીદારી નોંધાવી છે.

ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કે પોતાની ઇનસ્વિંગ બોલ પર મુરલી વિજયને બોલ્ડ કર્યો હતો. મુરલી વિજય શૂન્ય પર આઉટ થયો હતો. લંચન બાદ જોશ હેઝલવૂડે ભારતને બીજો ઝટકો આપ્યો હતો. લોકેશ રાહુલ હેઝલવૂડની બોલ પર બોલ્ડ થયો હતો.પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ માર્ક્સ હેરિસે 70 રન બનાવ્યા હતા. તે સિવાય ટ્રેવિસ હેડે 58 અને ફિંતે 50 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, ઉમેશ યાદવ અને હનુમા વિહારીએ 2-2 વિકેટ લીધી હતી.