ઓસ્ટ્રેલિયાને હરાવીને એડિલેડ ટેસ્ટમાં ભારતે બનાવ્યા આ 5 રેકોર્ડ
એડિલેડ ટેસ્ટ દરમિયાન 35 બેટ્સમેન કેચ આઉટ થયા છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. પહેલા ક્યારેય ટેસ્ટ મેચમાં આટલા બેટ્સમેન કેચ આઉટ થયા ન હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે પ્રથમ વખત વિદેશમાં ટેસ્ટ મેચમાં 50 રનથી ઓછા સ્કોરમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ પણ જીત મેળવી છે. એડિલેડ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતની 41 રને 4 વિકેટ પડી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાના પ્રવાશમાં ભારતે પ્રથમ વખત સિરીઝની પ્રથમ જેસ્ટ જીતી છે. જ્યારે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાએ 2010 પછી પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી છે.
ભારત 10 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીત્યું છે. જ્યારે એડિલેડના મેદાન પર 2003ની જીત બાદ ભારતનો બીજો વિજય છે. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર છઠ્ઠી ટેસ્ટ મેચ જીતી છે.
વિરાટ કોહલી એશિયન ટીમનો પ્રથમ સુકાની બન્યો છે જે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીત્યો છે. ઉપારંત એક કેલેન્ડર વર્ષમાં આ ત્રણ દેશોમાં ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની છે ભારતીય ટીમ.
નવી દિલ્હીઃ ભારતે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 31 રનથી હાર આપી છે અને ચાર મેચની સીલીઝમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ દ્વારા જીત માટે આપવામાં આવેલ 323ના ટાર્ગેટની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 291 રન જ બનાવી શકી. ચેતેશ્વર પુજારાને પ્રથમ ઇનિંગમાં સેન્ચુરી અને બીજી ઇનિંગમાં હાફ સેન્ચુરી બનાવવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાએ આ જીતામં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -