✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એડિલેડમાં ઐતિહાસિક જીત, ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને ઘરઆંગણે હરાવ્યુ, બૂમરાહ-અશ્વિન-શમીની 3-3 વિકેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Dec 2018 10:48 AM (IST)
1

નવી દિલ્હીઃ ભારતે બોર્ડર-ગાવસ્કર સીરીઝની પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાને 31 રને ઓલઆઉટ કરીને એડિલેડ મેદાન પર ઐતિહાસિક જીત મેળવી છે. બીજી ઇનિંગમાં 323 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 291 રને ઓલઆઉટ થઇ ગઇ, આની સાથે જ ભારત સીરીઝમાં 1-0થી આગળ થઇ ગયું છે.

2

ભારતે પહેલી ઇનિંગના આધારે 15 રનોની લીડ મળી ગઇ, ભારતે બીજી ઇનિંગમાં 307 રન કર્યા અને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 323 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમ પાંચમા દિવસે 270 રને સમેટાઇ ગઇ હતી.

3

ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને પહેલી ઇનિંગમાં 250 રને સમેટી દીધી, ત્યારબાદ ભારતીય બૉલરોએ પણ ઓસ્ટ્રેલિયાને પહેલી ઇનિંગમાં 235 રન પર ઓલઆઉટ કરી દીધી હતી.

4

5

ઓસ્ટ્રેલિયા તરફથી શાનદાર પ્રદર્શન કરતાં બીજી ઇનિંગમાં શોન માર્શ (60 રન) અને કેપ્ટન ટીમ પેને (41 રન) લડાયક રમત દર્શાવી હતી.

6

ટીમ ઇન્ડિયા તરફથી શાનદાર બૉલિંગનું પ્રદર્શન જોવા મળ્યુ, બૂમરાહે અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી, જોકે, ઇશાન્ત શર્માને માત્ર એકજ સફળતા મળી હતી. બેટિંગમાં ભારતીય ટીમે ચેતેશ્વર પુજારા (71 રન) અને રહાણે (70 રન)ની ઇનિંગના સહારે સન્માનજનક લીડ મેળવી હતી.

7

છેલ્લી વિકેટ માટે ક્રિઝ પર રમતા નાથન લિયોન અને હેઝલવુડે એકસમય માટે ઓસ્ટ્રેલિયા માટે જીતની આશા જીવંત રાખી હતી, પણ અશ્વિને હેઝલવુડને રાહુલના હાથે ઝીલાવીને હાર આપી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • એડિલેડમાં ઐતિહાસિક જીત, ભારતે ઓસ્ટ્રેલિયાને 31 રને ઘરઆંગણે હરાવ્યુ, બૂમરાહ-અશ્વિન-શમીની 3-3 વિકેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.