ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટરના ભાઈની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો
પાકિસ્તાની મૂળના ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા ગુરૂવારથી ભારત વિરૂદ્ધ ચાર ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ રમવા ઉતરશે. તેણે ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 35 મેચમાં 2455 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 43.83ની રહી છે. ખ્વાજા ઓસ્ટ્રેલિયા તરફથી રમનારો પ્રથમ મુસ્લિમ ક્રિકેટર છે અને પાકિસ્તાન સાથે તેનું ખાસ કનેક્શન છે. આ કાંગારૂ ક્રિકેટરનો જન્મ ઇસ્લામાબાદમાં થયો પરંતુ જ્યારે તે 5 વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે બાદમાં ખબર પડી હતી કે આ લિસ્ટના હસ્તાક્ષર અને નિઝામુદ્દીનના હસ્તાક્ષર અલગ અલગ છે. પોલીસને શંકા છે કે લિસ્ટ ખ્વાજાના ભાઈએ બનાવીને નિઝામુદ્દીનને ફસાવ્યો છે. જોકે અર્સલાન ખ્વાજાને હાલમાં તો કોર્ટે જામીન પર છોડ્યો છે પણ તેનો પાસપોર્ટ જમા કરવાનો આદેશ આપ્યો છે. ખ્વાજા પાકિસ્તાની મૂળનો છે.
ખ્વાજાના ભાઈ અર્સલાન ખ્વાજાએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ટેરરિસ્ટ ટાર્ગેટનું નકલી લિસ્ટ બનાવ્યું હતું. આ ધરપકડ ઓગસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્સ યૂનિવસિર્ટી ગ્રાઉન્ડ પર મળેલા દસ્તાવેજના આધારે કરવામાં આવી છે. જેમાં આતંકી ષડયંત્ર અને તેની હિટ લિસ્ટ સામેલ હતી. ખ્વાજાનો ભાઈ ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં 25 વર્ષીય મહોમ્મદ કામર નિઝામુદ્દીનનો સહયોગી છે. નિઝામુદ્દીનને આતંકી ટાર્ગેટના લિસ્ટના સંદર્ભમાં પકડવામાં આવ્યો હતો.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર અને ટેસ્ટ ટીમના આધારભૂત બેટ્સમેન ઉસ્માન ખ્વાજાના ભાઈ અર્સલાનની સિડની પોલીસે ધરપકડ કરી હતી. અર્સલાન ખ્વાજા પર આરોપ છે કે તેને એક નકલી યાદી જાહેર કરી હતી, જેમાં આતંકીઓના નિશાના પર થનારા લોકોના નામ સામેલ હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન મેલ્કન ટર્નબુલનું નામ પણ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -