Daniil Medvedev vs Jannik Sinner, Australian Open 2024: ઓસ્ટ્રેલિયન ઓપનને 10 વર્ષ બાદ નવો ચેમ્પિયન મળ્યો છે. છેલ્લી વખત સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકાએ 2014માં આ ટાઇટલ જીત્યું હતું. તેના પછી કોઈ નવો ચેમ્પિયન મળ્યો નથી. 2004 થી ફક્ત સ્વિટ્ઝર્લેન્ડનો રોજર ફેડરર, સર્બિયાનો નોવાક જોકોવિચ અને સ્પેનના રાફેલ નડાલ આ ટુર્નામેન્ટ જીતી રહ્યા હતા.






સિનરે તેની કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. તેણે મેદવેદેવનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. રશિયન ખેલાડીની નજર પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા પર હતી પરંતુ યુવા ઇટાલિયન સ્ટારે તેને હરાવ્યો હતો. મેદવેદેવ અગાઉ 2021માં યુએસ ઓપન જીતી ચૂક્યો છે.






આ રીતે જીત્યો સિનર


મેદવેદેવે પ્રથમ સેટ જીતી લીધો હતો. તેણે સિનરને 6-3ના માર્જિનથી હરાવ્યો હતો. મેદવેદેવે બીજા સેટમાં પણ આક્રમક રમત રમી હતી. તેણે સિનરને વાપસી કરવાની કોઈ તક આપી ન હતી અને સેટ 6-3થી જીતી લીધો હતો. આ રીતે તે મેચમાં 2-0થી આગળ થઈ ગયો હતો. સિનરે શાનદાર વાપસી કરી હતી અને ત્રીજો સેટ 6-4થી જીત્યો અને ચોથો સેટ પણ 6-4ના માર્જિનથી જીત્યો હતો. તેણે પાંચમો સેટ 6-3થી જીતીને મેચ જીતી લીધી હતી.


વાવરિંકા પછી સિનરે સિદ્ધિ મેળવી


ઓસ્ટ્રેલિયન ઓપનને 10 વર્ષ બાદ નવો ચેમ્પિયન મળ્યો છે. છેલ્લી વખત સ્વિત્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકાએ 2014માં આ ખિતાબ જીત્યો હતો. તેના પછી કોઈ નવો ચેમ્પિયન મળ્યો નથી. 2004 થી ફક્ત રોજર ફેડરર, સર્બિયાનો નોવાક જોકોવિચ અને સ્પેનના રાફેલ નડાલ આ ટુર્નામેન્ટ જીતી રહ્યા છે. 2004થી ફેડરર છ વખત ચેમ્પિયન બન્યો છે. જોકોવિચે તેના કરતા વધુ 10 વખત ટાઇટલ જીત્યું છે. આ સાથે જ નડાલ બે વખત ચેમ્પિયન બન્યો હતો. દરમિયાન 2005માં રશિયાના મરાટ સાફિન અને 2014માં વાવરિંકાને સફળતા મળી હતી.


જોકોવિચ સેમિફાઇનલમાં હારી ગયો હતો


આ વખતે જોકોવિચ 11મી વખત ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતર્યો હતો પરંતુ તે સેમિફાઈનલમાં યાનિક સિનર સામે હારીને બહાર થઈ ગયો હતો. આ સાથે જ ડેનિલ મેદવેદેવે સ્પેનના કાર્લોસ અલ્કારાજને હરાવ્યો હતો.