નવી દિલ્હીઃ હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશીઝ સીરીઝ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયા 1-0થી સીરીઝમાં લીડ મેળવી ચૂક્યુ છે. જોકે, બીજી ટેસ્ટ મેચમાં એક ઘટના એવી બની જે સૌની નજરે ચઢી ગઇ, બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથનો સ્ટેડિયમમાં જ લોકોએ હુરિયો બોલાવવાનુ શરૂ કર્યુ હતુ. આ ઘટનાને લઇને ઓસ્ટ્રેલિયન પીએમ ગિન્નઇ ગયા હતા.


ઘટના એવી બની કે, બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને જોફ્રા આર્ચરનો બૉલ વાગતા તેને મેદાન છોડવુ પડ્યુ હતુ, જ્યારે સ્મિથ મેદાન છોડીને બહાર જઇ રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાંથી દર્શકોએ સ્મિથનો હુરિયો બોલાવવાનું શરૂ કર્યુ હતુ. આવી જ રીતે જ્યારે સ્મિથ ફરીથી મેદાન પર રમવા ઉતર્યો ત્યારે પણ બન્યુ હતું.



આ ઘટનાથી દુઃખી ઓસ્ટ્રેલિયન પીએમ મૌરિસને એક પૉસ્ટ કરી, ફેસબુક પૉસ્ટમાં લખ્યું કે, 'બીજી ટેસ્ટ ડ્રૉ થઇ, પણ લોર્ડ્સના દર્શકોએ સ્ટીવ સ્મિથનો હુરિયો બોલાવીને એશીઝને પુરેપુરી બદનામ કરી દીધી છે.'



ઉલ્લેખનીય છે કે, સ્ટીવ સ્મિથ બીજી ટેસ્ટમાં 92 રનના અંગત સ્કૉર પર આઉટ થઇ ગયો હતો, ટેસ્ટ મેચ ડ્રૉ રહી હતી.