મેલબોર્નઃ ક્રિકેટનો ભગવાન કહેવાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર રવિવારે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ પીડિતો માટે ભંડોળ એકત્ર કરવા રમાનારી મેચમાં બેટિંગ કરશે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની સુપરસ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરી દ્વારા આપવામાં આવેલી ચેલેન્જનો સચિને સ્વીકાર કર્યો હતો.


એલિસે પેરી બુશફાયર ચેરિટી મેચમાં ઈનિંગ બ્રેક દરમિયાન તેંડુલકરને બોલિંગ કરશે. આ મેચ રિકી પોન્ટિંગ ઇલેવન અને એડમ ગિલક્રિસ્ટ ઇલેવન વચ્ચે મેલબર્ન જંકશન ઓવરમાં રમાશે. પેરીએ શનિવારે સોશિયલ મીડિયા પર તેંડુલકરને ચેલેન્જ આપી હતી અને સચિને તાત્કાલિક તેનો સ્વીકાર કર્યો હતો.

મહિલા ક્રિકેટરે સચિનને શું આપી ચેલેન્જ

ઓસ્ટ્રેલિયન વુમન ક્રિકેટ ટીમના ટ્વિટર હેન્ડલ પરથી એલિસે કહ્યું, હાય સચિન, બુશ ફાયર મેચ માટે તમને અહીંયા જોઈને ખુશી થઈ રહી છે. હું જાણું છું કે તમે એક ટીમનો કોચિંગ આપી રહ્યા છે. પણ ગઈકાલે રાત્રે મને વિચાર આવ્યો કે શું મેચમાં બ્રેક દરમિયાન તમે મારી બોલિંગ પર એક ઓવર બેટિંગ કરશો. તમારી સામે બોલિંગ કરીને મને ખુશી થશે.

સચિને શું આપ્યો જવાબ

પેરીના પડકારને સચિને સ્વીકાર કરી લીધો અને ટ્વિટ કરીને લખ્યું, શાનદાર એલિસે. હું આમ કરવાનું પસંદ કરીશ અને એક ઓવર બેટિંગ કરીશ. (ખભાની ઈજાના કારણે ડોક્ટરે મને આમ કરવાની ના પાડી છે.)


ICC અંડર - 19 વર્લ્ડ કપઃ આજે ફાઇનલમાં ભારત-બાંગ્લાદેશનો મુકાબલો, ટીમ ઈન્ડિયાની નજર 5મી વખત ચેમ્પિયન બનવા પર

ન્યૂઝીલેન્ડ સામે રન આઉટથી ફરી હારી ટીમ ઈન્ડિયા, ICC ધોનીને યાદ કરી કહ્યું આમ, જાણો વિગત