મનોજ તિવારીએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, 11 ફેબ્રુઆરીએ મતદાનના પરીણામ આવ્યા બાદ તમામ એગ્ઝિટ બોલ ખોટા સાબિત થશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ભાજપ 48 સીટો પર જીત મેળવીને સરકાર બનાવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ઈવીએમને દોષ આપવાનું બહાનું અત્યારથી ન શોધો.
ABP એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટી સતત ત્રીજી વાર સત્તામાં આવી શકે છે. જોકે પાર્ટીને સીટોનું નુકસાન થઈ શકે છે. જ્યારે ભાજપને ફાયદો થઈ રહ્યો છે પરંતુ સત્તાથી ઘણી દૂર છે. 2015 વિધાનસભા ચૂંટણીમાં AAPને 54.5 ટકા, બીજેપીને 32.3 ટકા અને કોંગ્રેસને 9.7 ટકા વોટ મળ્યા હતા.