આવીષ્કા વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે 21 વર્ષ 87 દિવસની ઉંમરે આ કારનામું કર્યું હતું. આ પહેલા આ રેકોર્ડ લાહિરૂ થિરિમાનેના નામે હતો. તેણે 25 વર્ષની ઉંમરે વર્લ્ડકપમાં સદી ફટકારી હતી.
આ ઉપરાંત આવીષ્કા વર્લ્ડકપમાં સદી ફટકાનારો ત્રીજો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. વર્લ્ડકપમાં સૌથી યુવા વયે સદી ફટકારવાનો રેકોર્ડ આયર્લેન્ડના પોલ સ્ટિરલિંગના નામે છે. તેણે 20 વર્ષ 196 દિવસની વયે આ સિદ્ધી મેળવી હતી. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ છે. તેણે 21 વર્ષ 76 દિવસે આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું.
ભારતના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ 22 વર્ષ 106 દિવસ અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે 22 વર્ષ 300 દિવસની વયે આ ઉપલબ્ધિ મેળવી હતી. આ બંને અનુક્રમે ચોથા અને પાંચમા નંબરે છે.
વર્લ્ડકપ 2019: એક પણ વન ડે નહીં રમેલા મયંક અગ્રવાલની કેમ થઈ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ? જાણો શું છે કારણ
વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેનને મળ્યા સારા સમાચાર, પત્નીએ આપ્યો દીકરીને જન્મ, જાણો શું નામ રાખ્યું
ખેડૂતો પ્રત્યે CM રૂપાણીની લાગણીને નીતિન પટેલે કેવી રીતે વર્ણવી, જુઓ વીડિયો