નવી દિલ્હીઃ ડિઝિટલ વોલેટ કંપની એટીએમે એ ખબરોનુ ખંડન કર્યું છે કે તે પોતાના પ્લેટફોર્મ પર ડિઝિટલ પેમેન્ટ પર નવો ચાર્જ લેશે.  સોમવારે કંપનીએ કહ્યું હતું કે તે યુઝર પાસેથી કોઇ વધારાનો ચાર્જ વસૂલશે નહીં. કંપનીએ કહ્યું કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે વન97 કોમ્યુનિકેશન લિમિટેડની પેટીએમ એપ, પેમેન્ટ ગેટવે પોતાના ગ્રાહકો પાસેથી કાર્ડ્સ, યુપીઆઇ, નેટ બેન્કિંગ અને વોલેટ સહિત કોઇ પણ પ્રકારના પેમેટ મેથડ પર કોઇ ચાર્જ અથવા કન્વીનિઅન્સ, ટ્રાજેક્શન ફિ લેતું નથી. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે પેટીએમ કસ્ટમર્સ આ પ્લેટફોર્મ પર કોઇ પણ પ્રકારની ફિ વિના તમામ સેવાનો લાભ લેતા રહેશે.


નોંધનીય છે કે ઇકોનોમિક્સ ટાઇમ્સે રવિવારે રિપોર્ટ આપ્યા હતા કે પેટીએમ ક્રેડિટ કાર્ડ્સ પાસેથી પેમેન્ટ પર એક ટકો, ડેબિટ કાર્ડ્સથી પેમેન્ટ પર 0.9 ટકા અને  નેટ બેન્કિંગ તથા યુપીઆઇ આધારિત મેથડ્સ પરથી પેમેન્ટ પર 12થી15 રૂપિયા ચાર્જ કરશે. પરંતુ પેટીએમનું કહેવું છે કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટી સર્વિસ પ્રોવાઇડર્સ ક્રેડિટ કાર્ડ ચાર્જનો ભાર જાતે જ ઉપાડતી નથી અને જે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. કંપનીએ કહ્યું કે, આ પ્રકારના મામલામાં પોતાના યુઝર્સને અમે ચાર્જથી બચવા માટે ડેબિટ કાર્ડ્સ અને યુપીઆઇથી પેમેન્ટ કરવાની સલાહ આપીએ છીએ. પેટીએમે કહ્યું કે, ભવિષ્યમાં આ પ્રકારના  ચાર્જ વસૂલવાની કોઇ યોજના નથી.