વિરાટ કોહલીને છંછેડવો નહીં, આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયાને આપી ચેતવણી
દક્ષિણ આફ્રીકાએ એ સીરીઝમાં ભારતને 2-1 હરાવ્યું હતું, પરંતુ કોહલીએ ત્રણ ટેસ્ટમાં 47.66ની સરેરાશથી 286 રન બનાવ્યા હતા. તેણે કહ્યું કે, કોહલી શાનદાર ખેલાડી છે, અમે તેની સામે ચુપ રહ્યા, તેમ છતાં તેણે રન બનાવ્યા, પરંતુ વધારે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડુ પ્લેસિસે કહ્યું કે, તેની ટીમે આ વર્ષની શરૂઆતમાં રમાયેલ સીરીઝમાં કોહલીનો સામનો ચુપચાપ કર્યો હતો. તેણે કહ્યું, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા અનેક ખેલાડી છે, જેને ટકરાવ પસંદ છે. વિરાટ કોહલી પણ તેમાંથી એક છે. ડુ પ્લેસિસ કહ્યું કે, દરેક ટીમમાં એક બે ખેલાડી એવા હોય છે જેના વિશે આપણે રમતા પહેલા વાત કરતા હોઈએ છીએ. અમારી રણનીતિ તેની સામે ચુપ રહેવાની જ હોય છે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રીકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ભારત વિરદ્ધ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને સલાહ આપતા કહ્યું કે, વિરાટ કોહલીને છંછેડવો નહીં અને તની સામે ચુપ જ રહેવું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -