નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે (Central government) 14 એપ્રિલને પબ્લિક હોલીડે(Public Holiday) જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 14 એપ્રિલે ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો (Dr. B R Ambedkar) જન્મ દિવસ છે અને આ દિવસને આંબેડકર જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને પબ્લિક હોલીડે જાહેર કરવામાં આવતાં તમામ કેન્દ્રીય ઓફિસોમાં રજા રહેશે.
સરકારના આ ફેંસલા અંગે તમામ મંત્રાલયોને એક મેમોરેંડમ મોકલવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિભાગોને આ અંગે જાણકારી અપાઈ છે.
બાબાસાહેબ આંબેડકરનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર છે. તેમનો જન્મ 1૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ થયો હતો. તેમના પિતા રામજી સકપાલ સેનામાં સૂબેદાર હતા અને માતા ભીમબાઈ કપાલ ગૃહિણી હતા. 1897માં પરિવાર મુંબઈ સ્થાયી થયો અને તેમણે એલિફિંસ્ટન હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. મેટ્રિક બાદ 1907માં એલિફિંસ્ટન કોલેજમાં એડમિશન લીધું. વર્ષ 1912માં બોમ્બે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયંસમાં ડિગ્રી લીધી.
તેઓ રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ઉપરાંત તેમજ અનેક વિષયના જાણકાર હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. 1990માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મરણોપરાંતથી નવાજવામા આવ્યા હતા.
Corona Vaccination: કોરોનાથી ફફડી ઉઠેલી મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણીને ચોંકી જશો
Immunity Booster: કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે ? ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ