નવી દિલ્હીઃ આઇસીસીએ (ICC ODI Ranking) તાજા રેન્કિંગની જાહેરાત કરી છે, જે ભારતીય ફેન્સ માટે ખરાબ સમાચાર લઇને આવી છે, આઇસીસીની તાજી વનડે બેટ્સમેન રેન્કિંગમાં વિરાટ કોહલીનુ (Virat Kohli) નંબર વન (ODI No.1 Batsman) બેટ્સમેન તરીકે પત્તુ કપાઇ ગયુ છે, વિરાટ કોહલીને પાછળ પાડીને આ લિસ્ટમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) હવે દુનિયાનો નંબર વન વનડે ઇન્ટરનેશનલ બેટ્સમેન (ODI No.1 Batsman) બની ગયો છે.
આઇસીસીએ (ICC Post) પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપી હતી, બાબર આઝમ (Babar Azam) વનડે ઇન્ટરનેશનલમાં ટૉપનો બેટ્સમેન બની ગયો છે. આઇસીસીએ લખ્યું- બાબર આઝમ ટૉપ- પાકિસ્તાન કેપ્ટન વિરાટ કોહલીને ઓવરટેક કરીને નંબર વન બેટ્સમેન બની ગયો છે.
આઇસીસીની તાજી રેન્કિંગમાં (ICC ODI Ranking) તેને તેને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પાછળ પાડી દીધો છે. પાકિસ્તાને (Pakistan Team) તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીઝમા 2-1થી જીતી લીધી હતી. સીરીઝની નિર્ણાયક મેચમાં બાબર આઝમે 94 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. તાજા રેન્કિંગમાં (Latest ICC Rankings) વિરાટ કોહલી બીજા નંબર પર ખસકી ગયો છે, જ્યારે વનડે ફોર્મેટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાના (Team India) ઉપકેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ત્રીજા નંબર પર છે. આમાં ટૉપનુ સ્થાન હવે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે આંચકી લીધુ છે.
તાજા રેન્કિંગમાં બાબર આઝમના 865 રેટિંગ થઇ ગયા છે, જ્યારે વિરાટ કોહલીને 857 રેટિંગ પૉઇન્ટ્સ છે. ખાસ વાત છે કે, બાબર આઝમે આ સાથે જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વનડેમાં નંબર વન પર 1258 દિવસ સુધી નંબર વન પર રહેવાની બાદશાહતને ખતમ કરી નાંખી છે.
ન્યૂઝીલેન્ડના રૉસ ટેલર આ લિસ્ટમાં ચોથા નંબર પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ પાંચમા નંબર પર રહ્યો છે. વનડે સીરીઝમાં પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન ફખર જમાને પણ શાનદાર બેટિંગ કરી હતી અને રેન્કિંગમાં તેને પણ ફાયદો થયો છે. ફખર જમાન તાજા રેન્કિંગમાં સાતમા નંબર પર પહોંચી ગયા છે. ટૉપ 20 બેટ્સમેનોમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત શિખર ધવન 17માં નંબર પર છે.