નવી દિલ્હીઃ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમે (Babar Azam) પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ (T20 Record) પોતાના નામે કર્યો છે. બાબર આઝમ આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ઇતિહાસ (T20i History) રચતા તેને સૌથી ઝડપી 2000 રન (Fastest 2000 T20i Runs) બનાવનારો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ રન મશીન ગણાતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના (Virat Kohli) નામે નોંધાયેલો હતો. 


વિરાટ કોહલીએ (Virat Kohli Records) ટી20 ઇન્ટરનેશનલની 56 ઇનિંગમાં પોતાના 2000 રન પુરા કર્યા હતા, વળી બાબર આઝમે અહીં સુધી પહોંચવા માટે ફક્ત 52 ઇનિંગ જ રમી છે. આઝમે કાલ ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ મુકામ હાંસલ કર્યુ હતુ. સાથે જ તેને આ મેચમાં પોતાની ટી20 ઇન્ટરનેશનલ કેરિયરની 18મી ફિફ્ટી પણ ફટકારી અને 46 બૉલ પર 52 રન બનાવીને આઉટ થયો હતો. 


સૌથી ઝડપી 2000 રન બનાવવાના મામલામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન ફિન્ચ ત્રીજા નંબર પર છે. તેને ટી20 ઇન્ટરનેશનલમાં પોતાના 2000 રન 62 ઇનિંગમાં પુરા કર્યા હતા. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓપનર મેક્કુલમે આ કારનામુ 66 ઇનિંગમાં કર્યુ હતુ. ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગપ્ટિલ આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે. તેને 68 ઇનિંગ રમીને પોતાના 2000 ટી20 આંતરરાષ્ટ્રીય રન પુરા કર્યા હતા.


જોકે, ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં કોહલી પહેલા નંબર પર છે, તેના નામે 52.65ની એવરેજથી 3,159 રન નોંધાયેલા છે. જ્યારે બાબર આઝમ આ લિસ્ટમાં 11માં નંબર પર છે. તેને હજુ સુધી ટી20 ઇન્ટરનેશનલમાં 2035 રન બનાવ્યા છે. 


તાજેતરમાં જ ખતમ કરી હતી વનડેમાં વિરાટ કોહલીને બાદશાહત.....
આ પહેલા તાજેતરમાં જ બાબર આઝમે 41 મહિનાના લાંબા અંતરાલ બાદ આઇસીસી વનડે રેન્કિંગમાં વિરાટ કોહલીની બાદશાહતને ખતમ કરી હતી. આઝમ રેન્કિંગમાં વિરાટ કોહલીને પછાડીને પહેલા નંબર પર પહોંચી ગયો છે. બાબર આઝમ 865 પૉઇન્ટની સાથે વનડે ક્રિકેટમાં નવો કિંગ બની ગયો છે. જ્યારે 857 પૉઇન્ટ સાથે વિરાટ કોહલી હવે બીજા નંબર પર ખસકી ગયો છે. રોહિત શર્મા 825 પૉઇન્ટની સાથે આઇસીસી વનડે રેન્કિંગમાં ત્રીજા નંબર પર છે.