વોશિંગ્ટનઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે.  કોરોના સામેની આ જંગમાં અત્યારે રસીકરણ સૌથી મજબૂત હથિયાર છે. દેશમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં ભારતમાં રસીના ઉત્પાદન માટે કાચા માલની જરૂર છે, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને રસી માટેના જરુરી કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો અને ભારતને આપવાની પણ ના પાડી હતી. આ દરમિયાન અમેરિકા ભારતને કોરોના રસી માટેનો કાચો માલ આપવા માટે તૈયાર થયું છે.


અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, રવિવારે અમિરકન એનએસએ જેકે સુવિલને અજીત ડોભાલ સાથે ફોન પર વાત કરી હતી. અમેરિકાએ કોવિશિલ્ડ  કોવેક્સિનના ભારતમાં નિર્માણ માટે તાત્કાલિક જરૂરી કાચો માલ આપવાની વાત કરી છે. આ ઉપરાંત કોવિડ દર્દીની સારવારમાં મદદ કરવા તથા ભારતમાં ફ્રન્ટ લાઇન સ્વાસ્થ્ય કર્મીની રક્ષા કરવા માટે અમેરિકા કોવિડ રેપિડ ટેસ્ટ કિટ, વેંટિલેટર તથા પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવશે.


ગુજરાતમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મફત કોરોનાની રસી આપવામાં આવશે.


રાજ્ય સરકાર  દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન  રસીના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં  આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યુ કે પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આગામી 1 મે થી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરુ થવાનું છે. તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.


રસીને લઈ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ


સવાલઃ રસી કોણ અને કેવી રીતે લઈ શકશે, એપોઈન્ટમેન્ટ જરૂરી છે ?


જવાબઃ 1લી મેથી 18થી 44 વર્ષની કોઈ પણ વ્યક્તિ રસી લઈ શકશે. આ માટે કોવિન વેબ પોર્ટ કે આરોગ્ય સેતુ એપ પર કરવું પડશે રજિસ્ટ્રેશન. વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ વેબસાઈટ પરથી જ મળશે.


સવાલઃ રસી માટે રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે ?


જવાબઃ રજિસ્ટ્રેશનનો 28 એપ્રિલથી પ્રારંભ થશે.


સવાલઃ શું વેક્સિનેશન સેન્ટર પર રજિસ્ટ્રેશન થશે ?


જવાબઃ ના વેક્સિનેશન સેન્ટર પર નહીં થાય રજિસ્ટ્રેશન. ઓનલાઈન જ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.


સવાલઃ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું રહેશે ?


જવાબઃ કોવિન વેબ પોર્ટ કે આરોગ્ય સેતુ એપર પર OTP જનરેટ કરી સરળ રીતે રજિસ્ટ્રેશન કરી શકાશે.


સવાલઃ વેક્સિન માટે શું દસ્તાવેજી પુરાવા જરૂરી?


જવાબઃ વેક્સિન માટે આધાર, પાનકાર્ડ સહિતના દસ્વાતેજ માન્ય ગણાશે


સવાલઃ શું ખાનગી હોસ્પિટલમાંથી રસી લેવા રજિસ્ટ્રેશન કરવું પડશે ?


જવાબઃ હા, ખાનગી હોસ્પિટલમાં રસી લેવા રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે.


સવાલઃ રસીકરણ કેન્દ્રોને કઈ બાબતની કાળજી રાખવી પડશે ?


જવાબઃ કેન્દ્રોને રસીકરણો રેકોર્ડ રાખવો પડશે. ડિજીટલ વેક્સિનેશન સર્ટિફિકેટ આપવું પડશે. કોવિડ કેર સેન્ટર પર પૂરતા કોલ્ડ ચેન ઉપકરણ અને ક્ષમતા હોવી જોઈએ. પૂરતી જગ્યા, વેઇટિંગ એરિયા હોવો જરૂરી


સવાલઃ શું વેક્સિનના સ્ટોક, ડોઝની સંખ્યા વિશે જાણકારી અપાશે ?


 


જવાબઃ કોવિડ વેક્સિન સેન્ટર કોવિન પર વેક્સિનના પ્રકાર, સ્ટોક અને કિંમતમા માહિતી આપવી પડશે.