નવી દિલ્હી: ભારતીય બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલના ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા પર પૂર્વ ડબલ્સ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ કટાક્ષ કર્યો છે. જ્વાલાએ નામ લીધા વિના સાયના પર કટાક્ષ કરતા કહ્યું કે, પહેલીવાર સાંભળ્યું છે કે કોઈ કારણ વગર પાર્ટી સાથે જોડાઈ જવું. સાયનાએ બુધવારે દિલ્હી કાર્યાલયમાં પાર્ટી મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં પાર્ટીમાં સામેલ થઈ હતી.




ઓલિમ્પિકમાં મેડલ વિજેતા સાયના ભાજપમાં સામેલ થયા બાદ તેનું નામ લીધા વિના ગુટ્ટાએ ટ્વીટ કર્યું કે, ‘પહેલીવાર સાંભળ્યું છે કે, કારણવગર રમવાનું શરૂ કર્યું અને હવે કારણવગર પાર્ટી જોઈન કરી.’


બીજેપીમાં સામેલ થયા બાદ સાયનાએ કહ્યું હતું કે મારુ સૌભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશ માટે કામ કરીશ. સાયનાએ કહ્યું હતું કે હુ આજે એવી પાર્ટીમાં સામેલ થઇ છુ, જે દેશ માટે કામ કરે છે. હું બહુજ હાર્ડ વર્કિગ છુ અને મને મહેનત કરતા લોકો પસંદ છે. હું જોઇ રહી છું કે નરેન્દ્ર મોદી દેશ માટે બહુ મહેનત કરે છે. તેમની સાથે હું પણ દેશ માટે કંઇક કરી શકુ તે મારા માટે સૌભાગ્ય હશે.