વિશ્વ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂએ સોશિયલ મીડિયા પર હું સન્યાસ લઈ રહી છું લખીને ચોંકાવી દિધા છે. પરંતુ તેણે પોતાના લાંબા નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે કોવિડ-19 મહામારીના કારણે ફેલાયેલી નકારાત્મકતા, ડર અને અનિશ્ચિતતામાંથી સન્યાસ લઈ રહી છે.


ઓલંપિકમાં સિલ્વર મેડલ જીતનારી આ ખેલાડી હાલ લંડન સ્થિત ગેટોરેડ સ્પોર્ટસ સાઈન્સ ઈન્સ્ટીટ્યૂટમાં પોષણ અને ફિટનેસની જરૂરીયાત પર કામ કરી રહી છે. તેણે પોસ્ટની શરૂઆતમાં લખ્યું, 'ડેનમાર્ક ઓપન અંતિમ કડી હતી. હું સન્યાસ લઈ રહી છું.'

સિંધૂએ લખ્યું, 'હું આજે તમને લખી રહી છું કે મારો સફ હાલ પૂરો નથી થયો. ડેનમાર્ક ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું આ મામલામાં અંતિમ કડી રહ્યો.'



સિંધૂએ કહ્યું હું આજના સમયથી અશાંતિથી સન્યાસ લઈ રહી છુ, તેણે લખ્યું, નેગેટિવિટી, ડર અને અનિશ્ચિતતાથી સન્યાસ લઈ રહી છે, હું એ અજ્ઞાત વસ્તુથી સન્યાસ લઈ રહી છુ જેના પર મારો કોઈ નિયંત્રણ નથી રહ્યો.

24 વર્ષની પીવી સિંધુ 2019માં બેડમિન્ટનમાં ભારતની પહેલી વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેણે ફાઈનલમાં 2017ની ચેમ્પિયન જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી હતી. આ સિંધુનો વર્લ્ડ ચેમ્પિયનમાં 5મો મેડલ હતો. તે એવું કરનારી દુનિયાની બીજી મહિલા ખેલાડી છે. તેણે 1 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ જીત્યા છે.