નવી દિલ્હીઃ આઇપીએલમાં પ્લેઓફમાં પહોંચવાની રેસ એકદમ રોમાંચક બની ગઇ છે, આજે દિલ્હી અને બેંગ્લૉર વચ્ચેની મેચ કરો યા મરો જેવી સ્થિતિમાં આવી ગઇ છે. આજે દિલ્હી કેપિટલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચ રમાશે, જેમાં જે જીતશે તેને સીધી પ્લેઓફમાં એન્ટ્રી મળી જશે, આજની મેચ વર્ચ્યૂઅલ ક્વાર્ટર ફાઇનલ છે.


જોકે, બીજી બાજુ આજની મેચ હારનારી ટીમ બહાર પણ નહીં થાય, પરંતુ તેને બીજી ટીમોના પ્રદર્શન પર આધાર રાખવો પડશે. બન્ને ટીમો માટે આ સમયે સ્થિતિ એકસરખી છે. પૉઇન્ટ ટેબલમાં બેંગ્લૉર 13 મેચોમાં સાત જીત, છ હાર સાથે 14 પૉઇન્ટ સાથે બીજા નંબર છે, જ્યારે દિલ્હીની ટીમ નેટ રેટના કારણે આ જ આંકડા સાથે ત્રીજા નંબર પર ટકી છે.

દિલ્હીએ સિઝનની શાનદાર શરૂઆત કરી હીત, પરંતુ છેલ્લી ચાર મેચો હારવાથી પ્લેઓફમાં જવા માટે મુશ્કેલીઓ ઉભી થઇ ગઇ છે. હવે આજે દિલ્હીએ બેંગ્લૉરને હરાવીને બીજા નંબરનુ સ્થાન મેળવવુ પડશે. જો બેંગ્લૉર, દિલ્હીને હરાવી દે છે તો પછી દિલ્હીને આશા રાખવી પડશે કે ચેન્નાઇ સુપર કિંગ્સ, કિંગ્સ ઇલેવન પંજાબને હરાવે, અને મુંબઇ ઇન્ડિયન્સ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવે. આવામાં પંજાબ અને હૈદરાબાદ 12 પૉઇન્ટ પર જ રહેશે.

આ જ સ્થિતિ બેંગ્લૉર સાથે પણ છે, દિલ્હી વિરુદ્ધ જો હાર મળે છે તો તે પણ આશા રાખશે કે દિલ્હીની હારની સ્થિતિમાં કરશે. બન્ને ટીમોએ આ મેચની હારથી બાકીની ટીમો પર ભરોસો રાખવો પડશે. જોકે, આજની મેચ જીતવા બન્ને ટીમો પુરેપુરો પ્રયાસ કરશે.