PV Sindhu Video: ભારતની સ્ટાર બેડમિન્ટન સ્ટાર પીવી સિન્ધુ પોતાની રમતથી તો લાખોના દિલ જીતી ચૂકી છે, પરંતુ આ બધાની વચ્ચે તેને એક વીડિયોથી પણ કરોડોના દિલ જીતી લીધા છે. ખરેખરમાં બેડમિન્ટન સ્ટાર પીવી સિન્ધુ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને તાજેતરમાંજ તેને એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં તે સાડી પહેરીને ઠુમકા લગાવતી દેખાઇ રહી છે, આ વીડિયો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે અને ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પીવી સિન્ધુએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 


ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા પીવી સિન્ધુના આ વીડિયોમાં તે સાડીમાં દેખાઇ રહી છે અને ડાન્સ કરી રહી છે, તે ગયા વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મભૂષણ લેતી વખતે સાડીમાં દેખાઇ હતી, આ પછી બીજીવાર તે સાડીમા જોવા મળી છે. સિંધુ સાડી પહેરીને સુંદર અને સુંદર લાગી રહી છે. સાડીમાં તો હિરોઈનને ટક્કર મારે તેવી સુંદર દેખાઈ 
સિંધુનો સાડીમાં ડાન્સ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 






સિંધુ પર હાલમાં આરામ પર 
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને ઘૂંટણની ઈજાને કારણે આરામ અપાયો હતો. ડિસેમ્બરમાં સિઝન એન્ડિંગ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ દરમિયાન તે સાજી થઈ જાય તેવી આશા છે. સિંધુને ઓગસ્ટમાં બર્મિંગહામમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા દરમિયાન ડાબા પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતુ.


અવારનવાર સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતી રહે છે
ઉલ્લેખનીય છે કે સિંધુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે અને તે અવારનવાર વીડિયો પણ શેર કરતી રહે છે અને તેણે હવે સાડીમાં ડાન્સ વીડિયો શેર કરતા જ તે વાયરલ થયો છે. લોકોને તેનો આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે.