નવી દિલ્હીઃ ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. બજરંગે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાનો આ ચોથો મેડલ છે. આ સાથે બજરંગ આ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.. બજરંગે અગાઉ 2013 અને 2019 ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 2018 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.






ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં પ્યુર્તો રિકોના પહેલવાન સેબેસ્ટિયન સી રિબેરાને 11-9થી હાર આપી હતી. અગાઉ, બજરંગ ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના માઇકલ ડાયકોમિહાલિસ સામે હારી ગયો હતો. જે બાદ તે રેપેચેજ રાઉન્ડ હેઠળ બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય થયો હતો.






ભારતે જીત્યા 2 મેડલ


બજરંગે રિપેચેજ રાઉન્ડમાં આર્મેનિયન કુસ્તીબાજ વાઝજેન ટેવાનયાનને 7-6થી હરાવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બજરંગનો આ ત્રીજો બ્રોન્ઝ મેડલ છે. આ પહેલા તેણે વર્ષ 2013માં સિલ્વર અને 2018 અને 2019માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે આ ટુર્નામેન્ટમાં 30 કુસ્તીબાજોને મોકલ્યા હતા પરંતુ ભારતીય કુસ્તીબાજોનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. ભારતે માત્ર બે મેડલ જીત્યા છે. બજરંગ પહેલા વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


આ પણ વાંચોઃ


T20 WC 2022: ગૌતમ ગંભીરનો મોટો દાવો- ઓસ્ટ્રેલિયાને હરાવ્યા વગર ભારત વર્લ્ડ કપ ન જીતી શકે, જાણાવ્યું કારણ


T20 World Cup 2022: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ કરાઈ, જુઓ ખાસ ફોટો


Legends League Cricket: મોહમ્મદ કૈફ વિશે ઈરફાન પઠાણે એવું શું કહ્યું કે હવે જાહેરમાં માફી માંગી