બોલ ટેમ્પરિંગઃ સ્મિથને ICCએ ફટકારી સજા, એક ટેસ્ટનો પ્રતિબંધ અને 100% મેચ ફીનો લગાવ્યો દંડ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલે આ ઘટનાને ચોંકાવનારી ગણાવી હતી. અને કહ્યું હતું કે, આપણે તમામ લોકો સવારે દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચના ન્યૂઝથી નિરાશ થયા હતા. આ આખા દેશ માટે શર્મનાક ઘટના છે. આ ખોટું છે. હું ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્ધારા કડક કાર્યવાહી કરવાની આશા રાખું છુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયાને સ્મિથે જણાવ્યું હતું કે, બોલ ટેમ્પરિંગ તેમની ટીમનો ગેમ પ્લાન હતો. જેમાં આખી ટીમના સિનિયર ખેલાડીઓ પણ સામેલ હતા. આ ઘટના બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયન ટીમની ટીકા કરવામાં આવી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે ઓસ્ટ્રેલિયન સરકારે પણ સ્મિથને હટાવવાની વાત કરી હતી.
બોલ ટેંપરિંગમાં ઓસ્ટ્રેલિયાનું કેપ્ટન પદ ગુમાવ્યા બાદ સ્ટીવ સ્મિથને ICCએ વધુ એક ઝટકો આપ્યો છે. ICCએ સ્મિથ પર એક ટેસ્ટ મેંચ રમવાનો પ્રતિબંધ લગાવ્યો છે અને 100 ટકા મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ પેહલા બોલ ટેમ્પરિંગ વિવાદને લઈને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓપનર કેમરૂન બેનક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કરતા પકડાઇ ગયો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન સ્મિથે બોલ ટેમ્પરિંગની વાત કબૂલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -