ટેસ્ટ ક્રિકેટમાં 128 વર્ષ બાદ બાંગ્લાદેશે બનાવ્યો આ રેકોર્ડ, ભારત પણ નથી કરી શક્યું આવું કારનામું, જાણો વિગત
ઢાકાઃ બાંગ્લાદેશ-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશની ટીમ 508 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બાંગ્લાદેશ વતી મહમુદુલ્લાહે 136 અને કેપ્ટન શાકિબ અલ હસને 80 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે ખડકેલા વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમની શરૂઆત નબળી રહી હતી અને માત્ર 29 રનમાં જ 5 વિકેટ ગુમાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 75 રન છે. હેટમાયર 32 અને ડાઉરિચ 17 રને રમતમાં છે.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી શાકિબ અલ હસને 2 થા મેહદી હસને 3 વિકેટ લીધી હતી.
જે દરમિયાન એક અનોખી ઘટના બની હતી. વેસ્ટ ઈન્ડિઝના આ પાંચેય બેટ્સમેનો બોલ્ડ થયા હતા. ક્રિકેટ ઈતિહાસમાં 128 વર્ષ બાદ ઈનિંગમાં પ્રથમ પાંચ બેટ્સમેનો બોલ્ડ થવાની ઘટના નોંધાઈ હતી. આ પહેલા 1890ના દાયકામાં ઇનિંગ દરમિયાન પ્રથમ પાંચ બેટ્સમેનો બોલ્ડ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -