નવી દિલ્હીઃ ભારત પ્રવાસ માટે બાંગ્લાદેશની ટેસ્ટ અને ટી20 મેચો માટેની ટીમ જાહેર થઇ ગઇ છે, પણ ખાસ વાત એ છે નવી ટીમમાં કેપ્ટનશીપથી લઇને ક્રિકેટરોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા, કેમકે આ ટીમમાં ત્રણ સ્ટાર ખેલાડીઓ સામેલ નથી. આ ખેલાડીઓમાં શાકિબ અલ હસન, મોહમ્મદ સૈફુદ્દીન અને તમીમ ઇકબાલનુ નામ છે.

આ ત્રણ ખેલાડીઓની જગ્યાએ કોને મળ્યુ ટીમમાં સ્થાન.....
બાંગ્લાદેશની નવી ટીમમાં શાકિબ અલ હસનની જગ્યાએ મોમિનુલ હક્કને ટેસ્ટ સીરીઝમાં કેપન્ટશીપ સોંપવામાં આવી છે, જ્યારે મોહમ્મદ સૈફુદ્દીનની જગ્યાએ અબુ હૈદર અને તમીમ ઇકબાલની જગ્યાએ મોહમ્મદ મિથુનને સ્થાન આપવામાં આવ્યુ છે.

સ્ટાર ખેલાડીઓ કેમ નથી ટીમમાં...
શાકિબ અલ હસન
બાંગ્લાદેશના કેપ્ટન અને વન-ડેના ટોપ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધમાં એક વર્ષના સસ્પેન્ડેડ સામેલ છે. તેણે આઇસીસીના એન્ટી કરપ્શન કોડને ભંગ કરવાના ત્રણ આરોપોનો સ્વીકાર કર્યો છે. આ પ્રતિબંધ તમામ ફોરમેટ પર લાગુ થશે. તે 29 ઓક્ટોબર 2020 સુધી બાંગ્લાદેશ ટીમ તરફથી રમી શકશે નહીં.

તમીમ ઇકબાલ
તમીમની પત્ની પ્રેગનન્ટ છે અને બીજીવાર માતા બનવાની છે, જેના કારણ તમીમ ભારત પ્રવાસે નથી.

મોહમ્મદ સૈફુદ્દીન
પીઠમાં થયેલી ઇજાના કારણે સૈફુદ્દીને ભારત પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે, જેથી તે યોગ્ય રીતે ફિટ થઇ શકે.



બાંગ્લાદેશ ટીમ....
બાંગ્લાદેશ ટેસ્ટ ટીમઃ- શાદમાન ઇસ્લામ, ઇમરુલ કાયેસ, સૈફ હસન, મોમિનુલ હક (કેપ્ટન), લિટન દાસ, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મોહમ્મદ મિથુન, મોસાદેક હુસેન, મેહદી હસન મિરાજ, તયાજુલ ઇસ્લામ, નઇમ હસન, મુસ્તાફિઝૂર રહેમાન, અલીન હુસેન, હુસેન હુસેન.



બાંગ્લાદેશી T20 ટીમઃ- સૌમ્યા સરકાર, મોહમ્મદ નઇમ, મહમુદુલ્લાહ રિયાઝ (કેપ્ટન), આફિક હુસેન, મોસદેક હુસેન, અનિમુલ ઇસ્લામ, લિટન દાસ, મુશ્ફિકૂર રહીમ, અરાફાત સની, અલ-અમીન હુસેન, મુસ્તિફિઝૂર રહેમાન, શફિક ઇસ્લામ, અબુ હૈદર, તૈઝૂલ ઇસ્લામ.

નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝ રમાવવાની છે, જેમાં પહેલી ટી20 3 નવેમ્બરે દિલ્હીમાં, બીજી ટી20 7 નવેમ્બરે રાજકોટમાં અને ત્રીજી ટી20 10 નવેમ્બરે નાગપુરમાં રમાવવાની છે.

બાદમાં ભારત અને બાંગ્લેદશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરે ઇન્દોરમાં, વળી બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે ઇડન ગાર્ડનમાં રમાશે.