ઢાકાઃ બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન વચ્ચે આજથી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. લંચ સમયે અફઘાનિસ્તાને 3 વિકેટના નુકસાન પર 77 રન બનાવ્યા છે.




આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી ટૉસ માટે મેદાનમાં આવતાં જ રાશિદ ખાને એક મોટો રેકોર્ડ બનાવી દીધો હતો. વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના કંગાળ દેખાવ બાદ બોર્ડે રાશિદ ખાનને તમામ ફોર્મેટનો કેપ્ટન જાહેપ કર્યો હતો. આજે તે ટેસ્ટ ક્રિકેટનો સૌથી યુવા કેપ્ટન બન્યો હતો.



રાશિદ ખાને માત્ર 20 વર્ષ 350 દિવસની વયે જ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશિપ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેની પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના તાયબુના નામે હતો. તેણે 20 વર્ષ 358 દિવસની ઉંમરે કેપ્ટનશિપ કરી હતી. 2004માં તાયબુએ શ્રીલંકા સામે હરારેમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. ત્રીજા નંબર ભારતના મનસુર અલી ખાન પટોડી છે. પટોડીએ 21 વર્ષ 77 દિવસની ઉંમરે ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી.



અફઙાનિસ્તાન અને બાંગ્લાદેશ બંને ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ મેચ રમી રહી છે. કેપ્ટનશિપને લઈ રાશિદે કહ્યું, હું ઘણો રોમાંચિત છું. આ નવી ભૂમિકા છે અને સકારાત્મક રહીને રમતનો પૂરો આનંદ માણવાની કોશિશ કરીશ.

સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમને આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી; હવે ED કરી શકે છે પૂછપરછ

સુરતઃ પુત્ર જન્મની ખુશીમાં કિન્નરોએ માંગ્યુ દાપું, ન આપતાં પિતાનું માથું દિવાલ સાથે અથડાવીને થઈ ગયા અર્ધનગ્ન

કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે