જિયો ગીગા ફાઇબર પ્લાનને બે કેટેગરીમાં વહેંચી શકાય છે. પહેલો પ્લાન ફક્ત ઇન્ટરનેટ માટે અને બીજો બંડલ પ્લાન છે. બંડલ પ્લાનમાં Jio TVનાં પ્લાન હશે અને સાથે જ કેટલીક અન્ય સર્વિસ પણ આપવામાં આવશે. સૌથી મોંઘો મંથલી પ્લાન 10 હજાર રૂપિયાનો હશે, જેના અંતર્ગત ઇન્ટરનેટની સાથે ટીવીનાં પણ પ્લાન મળશે. રિલાયન્સ જીઓ ફાઇબર અંતર્ગત મહિના માટે કસ્ટમર્સને ફ્રી ઇન્ટરનેટ મળશે, પરંતુ આના માટે અનેક શરતો છે. તમારે ઘર પર ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવવાની રહેશે અને આના માટે તમારે રિફેન્ડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની રહેશે.
પ્રિવ્યૂ ઑફરમાં 100Mbps સ્પીડની સાથે બ્રૉડબેંડ મળશે, પરંતુ 40 GBનો કોટા હશે. 40 GB ડેટા ખત્મ થયા બાદ તમારે ટૉપ અપ કરવાનું રહેશે. તમાને જણાવી દઇએ કે પ્રિવ્યૂ ઑફ અંતર્ગત 1Gbpsની સ્પીડ નહીં મળે. આના માટે તમારે પૈસા આપવાનાં રહેશે અને પૂરો પ્લાન લેવાનો રહેશે. કંપનીએ કહ્યું કે કનેક્શન લેવા પર લેન્ડલાઇન ફ્રી આપવામાં આવશે. રિલાયન્સ જિયો ફાયબર આવ્યા બાદ એરટેલ અને બીએસએનલ જેવી કંપનીઓ પણ નવા બ્રૉડબેન્ડ પ્લાન લઇને આવશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની એજીએમમાં 5 સપ્ટેમ્બરથી ગીગા ફાઇબર સર્વિસ દેશભરમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વાપીમાં એક જ રાતમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત આવતી કઈ કઈ ટ્રેનો કરવામાં આવી રદ, જાણો વિગતે
ગુજરાતમાં આજે અને આવતીકાલે કઈ કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગત