નવી દિલ્હીઃ આઇસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ પર પ્રતિબંધ લાગવી દીધો છે, છતાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેની મેજબાની કરવાની તૈયારી કરી છે. રિપોર્ટ પ્રમાણે ઝિમ્બાબ્વેની ટીમ બાંગ્લાદેશમાં જઇને ટી20 રમવાની છે.

ઝિમ્બાબ્વેની ટીમ આઠ સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ પ્રવાસે આવશે, અને ટી20 સીરીઝમાં ભાગ લેશે છે. પહેલા પ્રેક્ટિસ મેચ અને બાદમાં ત્રણ મેચો મીરપુર અને બીજી ત્રણ મેચો ચટગાંવમાં રમાશે. જ્યારે ફાઇનલ મેચ મીરપુરમાં રમાવવાની છે. આ વાતને લઇને વિરોધ પણ થઇ રહ્યો છે, કેમકે આઇસીસીએ ઝિમ્બાબ્વે પર બેન લગાવેલો છે.



વિરોધ થયા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ઝિમ્બાબ્વે ક્રિકેટ પર આઇસીસીનો બેન માત્ર આઇસીસી ટૂર્નામેન્ટ માટેનો જ છે દ્વિપક્ષીય સીરીઝ રમી શકાય છે. એટલે અમે આ સીરીઝનું આયોજન કર્યુ છે.