સાઉથમ્પ્ટનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ મેચ પહેલાં દક્ષિણ આફ્રિકાનો સ્ટાર બોલર ડેલ સ્ટેયન સમગ્ર વર્લ્ડકપમાં નહીં રમી શકે તેવી જાહેરાત થતાં દક્ષિણ આફ્રિકાને મોટો ફટકો પડ્યો છે.



દક્ષિણ આફ્રિકાએ સ્ટેયનના સ્થાને બેરન હેન્ડ્રિંક્સને ટીમમાં લઈને આશ્ચર્ય સર્જ્યું છે. હેન્ડ્રિંક્સ 28 વર્ષનો છે અને 8 જૂને 28 વર્ષ પૂરાં કરીને પોતાનો 29મો જન્મદિન ઉજવશે. તેની કારકિર્દી એટલી નોંધપાત્ર નથી. હેન્ડ્રિંક્સ માત્ર 2 વન ડે મેચ રમ્યો છે અને તેમાં તેણે 1 વિકેટ લીધી છે. આ 2 વન ડે મેચમાં તેણે 2 રન કર્યા છે.


હેન્ડ્રિંક્સનો ટી 20 ઈન્ટરનેશનલ મેચોમાં દેખાવ સારો છે. તે 10 ટી 20 ઈન્ટરનેશનલ મેચો રમ્યો છે ને તેમાં તેણે 16 વિકેટ ઝડપી છે. જો કે તેમાં પણ તે ઝૂડાયો તો છે જ ને લગભગ 9 રનની સરેરાશથી રન આપ્યા છે. સ્ટેયન જેવા વિશ્વ કક્ષાના બોલરની બદલે આ ખેલાડીને પસંદ કેમ કરાયો એ સવાલ પૂછાઈ રહ્યો છે.