નવી દિલ્હીઃ બિગ બેશ લીગમાં માર્ક્સ સ્ટોઇનિસે એવું કારનામું કર્યું છે જેને જોઈને બધા હેરાન રહી ગયા છે. રવિવારે મેલબોર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સની વચ્ચે મેચ હતી. તેણે મેલબોર્ન સ્ટાર્સ માટે 79 બોલરમાં 147 રન ફટકાર્યા હતા. બિગ બેશ લીગમાં ઈતિહાનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો. તેની આ આક્રમક ઇનિંગથી મેલબોર્ન સ્ટાર્સે મેલબોર્ન ક્રિકેટ મેદાન પર સિડની સિક્સર્સ પર 44 રનથી જીત મેળવી હતી. સોશિયલ મીડિયા પર તેની ઇનિંગ્સ ખૂબ શેર કરવામાં આવી રહી છે.

માર્ક્સ સ્ટોઈનિસની આ આક્રમક ઈનિંગથી મેલબર્ન સ્ટાર્સે મેલબર્ન ક્રિકેટ મેદાન પર સિડની સિક્સર્સ પર 44 રનથી જીત મેળવી લીધી. સોશિયલ મીડિયા પર તેની આ ઈનિંગને ખૂબ શેર કરવામાં આવી રહી છે. માર્કસ સ્ટોઈનિસે ધમાકેદાર 147 રન બનાવી તેની ઉજવણી કરી.

સ્ટોઈનિસે આ સ્ફોટક ઈનિંગમાં 13 ચોક્કા અને આઠ સિક્સ માર્યા હતા. ઈન્ડિયન પ્રીમિયમ લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2020ની હરાજી પહેલા તેને રિલીઝ કરી દીધો હતો. જેને હરાજીમાં દિલ્હી કેપિટલ્સે ખરીદી લીધો.