પ્રેસ અનુસાર, ’’બીસીસીઆઈ અને વિવો મોબાઈલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે 2020માં ઈન્ડિય પ્રીમિયર લીગ માટે પોતાના કરારને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.’’
વિવોએ 2018થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દરેક વર્ષે આશરે 440 કરોડ રૂપિયા)માં આઈપીએલ પ્રાયોજન અધિકારી મેળવ્યા હતા. બીસીસીઆઈના પોતાના સંવિધાન અનુસાર નવા ટાઈટલ સ્પોન્સર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની સંભાવના છે.
ભારત અને ચીનના સંબંધો જો સુધરશે તો 2021 થી 2023 સુધી ફરી VIVO સ્પોન્સર થઈ શકે છે. બીસીસીઆઈનો 2022 સુધી વીવો સાથે કરારા છે.
ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રવિવારે યોજાયેલી ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં વીવોને ટાઈટલ સ્પોન્સર તરીકે યથાવત રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશમાં બોર્ડના નિર્ણયનો વિરોધ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં થવા જઈ રહ્યું છે. ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે.