નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પાસે 2022ની નિર્ધારિત સીરીઝ પહેલા પાકિસ્તાનનો પ્રવાસનો અપીલ કરી હતી. ઇંગ્લેન્ડના કૉચે સંકેત આપ્યા છે કે તેમની ટીમને પાકિસ્તાનમાં ટી20 રમવામાં કોઇ વાંધો નથી. ઇંગ્લેન્ડના કૉચ સિલ્વરવુડનું કહેવ છે કે તેમને 2022ની સીરીઝ પહેલા પાકિસ્તાનમાં ટી20 સીરીઝ રમવામાં કોઇ સમસ્યા નથી.


ઇંગ્લન્ડે વર્ષ 2005-06થી સુરક્ષા અને ચિંતાઓનો હવાલો આપીને પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે બે વર્ષમાં દેશનો પ્રવાસ કરવાની આશા રાખી છે. પાકિસ્તાનના પ્રવાસને લઇને સિલ્વરવુડે કહ્યું કે, મારા માટે આ શાનદાર છેકે આ મુદ્દાને લઇને ફરી એકવાર ચર્ચા થઇ રહી છે, અમે ફરીથી ત્યાં જવા પર વિચાર કરી રહ્યાં છીએ. ઇંગ્લેન્ડ કૉચ સ્પષ્ટતા કરી છે કે મને ત્યાં જવા માટે પર્સનલી કોઇ સમસ્યા નડતી નથી.



સિલ્વરવુડે સંકેત આપ્યા છે કે તેમની ટીમ ઉલટ પ્રવાસ કરવાની રાહ પર છે, કોચે કહ્યું કે, ઇંગ્લેન્ડના બેટ્સમેન પાકિસ્તાનની સપાટ પીચો પર રમવા માટે ઉતાવળીયા બન્યા છે. હું ક્યાયેય ત્યાં નથી ગયો, એટલા માટે ત્યાં જવુ પીચોને જોવી એક સારુ રહેશે. મને ખબર છે કે અમારા બેટ્સમેનો ત્યાં રમવા માટે તૈયાર છે.

સિલ્વરવુડના નિવેદન પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઇઓ વસીમ ખાને ઇસીબીને આગ્રહ કર્યો હતો કે, 2022 પ્રવાસ પહેલા પાકિસ્તાનમાં પોતાની ટીમ મોકલવા પર વિચાર કરે. બન્ને ટીમો હાલ ઇંગ્લેન્ડમાં ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે.