કપિલ દેવની અધ્યક્ષતામાં બનેલી ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ શુક્રવારે રવિ શાસ્ત્રીને ફરીવાર ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બનાવ્યા હતા. તે 24 નવેમ્બર 2021 સુધી ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રહેશે. ત્રણ સભ્યોની સમિતિના તમામ સભ્યોએ તમામ ઉમેદવારોએ અલગ અલગ અંક આપ્યા. શાસ્ત્રી જ્યાં પ્રથમ નંબર પર રહ્યા તો માઇક હેસન બીજા અને ટોમ મૂડી બીજા નંબર પર રહ્યા હતા.
ગાયકવાડે કહ્યું કે, હાલના કોચ હોવાના કારણે શાસ્ત્રી સિસ્ટમ અને ખેલાડીઓને સારી રીતે ઓળખે છે. જ્યારે અન્ય ઉમેદવારો સાથે એવું નથી. જે વ્યક્તિ સિસ્ટમ અને ખેલાડીઓને આટલી સારી રીતે જાણતો હોય તેની પાસે એડવાન્ટેજ હોય છે. ભારતીય કેપ્ટન કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ જતા અગાઉ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યુ હતું કે, સીએસીએ તેમનો મત પૂછ્યો નથી પરંતુ જો રવિ ભાઇ કોચ બની રહે છે તો અમને ખુશી થશે. પરંતુ મારી સાથે કોઇ વાત કરવામાં આવી નથી.