આપને જણાવી દઈએ કે સુલક્ષણા નાઇકે ટીમ ઇન્ડિયા માટે બે ટેસ્ટ અને 46 વન ડે મેચ રમ્યા છે.ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ 2011માં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાએ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. જ્યારે મદનલાલની વાત કરીએ તો તેઓ 1983 વર્લ્ડ કપની વિજેતા ભારતીય ટીમમાં સામેલ હતા. આ બન્ને સીનિયર ખેલાડીોએ ટીમ ઇન્ડિયા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. જણાવીએ કે ગંભીરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રાજનીતિમાં એન્ટ્રી કરી અને હાલમાં તે ભાજપ પૂર્વ દિલ્હીના સાંસદ છે.
ઉલ્લેખનીય છે કે ગૌતમ ગંભીરે ક્રિકેટથી સંન્યાસ બાદ રાજનીતિમાં એન્ટ્રી કરી અને હાલ તે ભારતીય જનતા પાર્ટી(BJP) તરફથી પૂર્વી દિલ્હીમાં સાંસદ છે. ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. ગંભીરે 3 ડિસેમ્બર 2018ના રોજ સંન્યાસ લીધો હતો. જ્યારે મદનલાલે ભારત માટે 39 ટેસ્ટ અને 67 વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા છે.