જોકે આજથી 36 વર્ષ પહેલા જ્યારે ભારતીય ટીમને કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ પ્રથમ વખત વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો ત્યારે આવી સ્થિતિ ન હતી. ક્રિકેટ જર્નાલિસ્ટ મકરંદ વેંગકરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં 1983ની ટીમના ખેલાડીઓની સેલેરી લખેલી છે. આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું છે, તેમાંથી દરેક 10 કરોડ રૂપિયા મળવાના હકદાર છે.
આ પોસ્ટમાં બિશન સિંહ બેદીએ પણ ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. તેમને પણ હેરાની થઈ. જોકે બિશન સિંહ બેદી તે સમયે ટીમ ઈન્ડિયાના મેનેજર હતા. એક વ્યક્તિએ જણાવ્યું કે તે સમયે બીસીસીઆઈ પાસે બજેટ નહોતું. બીસીસીઆઈએ લતા મંગેશકરનો કોન્સર્ટ રખાવ્યો હતો. પછી જઈને 20 લાખ રૂપિયાનું ફંડ એકઠું થયું અને તેમણે બાદમાં ખેલાડીઓને 1-1 લાખ રૂપિયા આપ્યા હતા.
આજના સમયમાં બીસીસીઆઈ ખેલાડીઓને ચાર કેટેગરીમાં વહેંચે છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એ+, એ, બી અને સી કેટેગરીમાં ખેલાડીઓને રાખવામાં આવે છે. વર્ષ 2018-19ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અનુસાર એ+ ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ કેટેગરીમાં માત્ર ત્રણ ખેલાડીઓ છે જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. સ્પષ્ટ વાત છે તે આજના ખેલાડીઓને વધારે સુવિધાઓ મળી રહી છે. મેચ રમવા માટે પૈસા પણ વધારે મળે છે. એવામાં 1983માં દેશ માટે વર્લ્ડ કપ જીતનારી ટીમના ખેલાડીઓને સલામ.