2017માં આ એપ લોન્ચ થઈ હતી. જોકે વાયરલ થઈ રહેલ આ એપમાં પ્રાઈવેસીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ એપ લોકોને વૃદ્ધ બતાવવા માટે ન્યુરલ નેટવર્કનો ઉપયોગ કરે છે. જે એક આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ (AI) છે.
ટ્વિટર પર Elizabeth Potts Weinstein નામની મહિલાએ એક પોસ્ટમાં લખ્યું છે કે જો આપ #FaceAppનો ઉપયોગ કરો છો તો આપ આ એપને પોતાની તસવીરો, પોતાનું નામ, યૂઝરનેમ અને તમને પસંદગીઓનું લાઇસન્સ આપી દો છો. આ મહિલાએ ફેસએપનું પોલીસી પેજ પણ શેર કર્યું છે. આ પોસ્ટને રીટ્વિટ કરીને પોતાની પ્રાઇવસી પર સવાલો કર્યા છે.
iOS યૂઝર્સ પણ પ્રાઇવસી અંગે પોતાની મુશ્કેલીઓ જણાવી રહ્યાં છે. એક યૂઝરે ટ્વિટ કરીને લખ્યું કે તેણે પોતાની સેટિંગ્સમાં ‘Allow FaceApp to Access’માં Photos સેક્શનને ‘Never’ સેટ કરેલું છે. તે છતાંપણ આ એપ મારી ફોટો ગેલેરી દેખાડે છે.