નવી દિલ્લી: રાજકોટ ટેસ્ટ મેચ પરનું સંકટ હાલ ટળ્યું છે. બીસીસીઆઈને રકમ છૂટી કરવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે રૂપિયા 58 લાખ રિલીઝ કરવાની મંજૂરી આપી છે. આ રકમ ખેલાડીઓની ફી, હોટલ બીલ, વીમા, થર્ડ એમ્પાયર જેવા અલગ અલગ મુદ્દાઓ પર ખર્ચ થશે.
આ અગાઉ રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમના ગ્રાઉન્ડ ઈન્ચાર્જે ખાતરી આપી હતી કે મેચ રમાશે. મેચ રદ થવાની કોઈ શકયતા નથી. જસ્ટિસ લોઢા કમિટિની ભલામણોનો અમલ ના થતા સુપ્રીમકોર્ટે રાજ્ય ક્રિકેટ બોર્ડના ફંડ રોકી દેવાનો આદેશ કર્યો હતો. બીસીસીસીઆઈએ સુપ્રીમકોર્ટને જાણ કરી હતી કે રાજ્ય ક્રિકેટ બોર્ડ લોઢા કમિટીની ભલામણોનો અમલ કરવા તૈયાર નથી, ત્યારબાદ સુપ્રીમકોર્ટે આ આદેશ કર્યો હતો. જો કે હાલમાં જ શનિવારે જ બીસીસીઆઈએ જસ્ટિસ લોઢાને ઈ મેલ કરીને જાણ કરી હતી. તેઓ લોઢા સમિતિની તમામ ભલામણોનો અમલ કરી શકે તેમ નથી.