મુંબઈઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ભલે બીસીસીઆઈમાં સૌથી પારવફુલ વ્યક્તિ બનીને સામે આવ્યા હોય પરંતુ દાદા આજે પણ પોતાના કેપ્ટનશીપના જૂના દિવસો સાથે વધારે જોડાયેલ છે. મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયમાં બોર્ડની વાર્ષિક સાધારણ સભામાં પહોંચેલ ગાંગુલીએ અહીં સત્તાવાર રીતે અધ્યક્ષ પદ સંભાળ્યું. આ અવસર પર દાદાએ જે બ્લેઝર પહેર્યું હતું તે ખૂબ જ ખાસ હતું. ગાંગુલી બુધવારે પોતાનું એ બ્લેઝર પહેરીને આવ્યા હતા જે તેમણે ભારતીય ટીમના કેપ્ટન બનવા પર પહેર્યું હતું.




સૌરવ ગાંગુલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ડિયન ટીમનું બ્લેઝર પહેરીને આવ્યો હતો. તેને આ વિશે સવાલ કર્યો તો ગાંગુલીએ જવાબ આપ્યો હતો કે આ બ્લેઝર મેં 2000માં પહેર્યું હતું જ્યારે મેં પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. જેથી મેં બીસીસીઆઈનું કામકાજ સંભાળતા સમયે આ જ બ્લેઝર પહેરવાનો નિર્ણય કર્યો હતો. મને તેનો અંદાજ ન હતો કે આ આટલું ઢીલું આવશે.

બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા પછી પહેલી વખત પત્રકારો સાથે વાત કરી રહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે બોર્ડની પ્રતિષ્ઠા સાથે કોઈ સમજુતી કરવામાં આવશે નહીં અને ભ્રષ્ટાચાર મુક્ત કામકાજ થશે. ટીમ ઇન્ડિયાની આગેવાની કરતા મેં આ જ કામ કર્યું હતું અને બીસીસીઆઇની આગેવાનીમાં પણ આ જ કામ કરીશ. ગાંગુલીએ આગામી ત્રણ સપ્તાહમાં બીસીસીઆઈની એજીએમ બોલાવવાની વાત કહી હતી. સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈ અધ્યક્ષનો કાર્યકાળ 9 મહિનાનો જ રહેશે.