બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ નામ ના જાહેર કરવાની શરત પર જણાવ્યું કે, ‘અમને પરિસ્થિતિની જાણકારી છે અને સૌથી પહેલા અમે મંગળવારે મોહમ્મદ શમીના વકીલ સાથે વાત કરીશું. અમે આ મામલે પુરેપુરુ અપડેટ ઇચ્છીએ છીએ. બીસીસીઆઇના એક અધિકારીએ ચોથા દિવસની રમત પહેલા જ શમી સાથે વાત કરી હતી. અમારે કોઇપણ સ્થિતિને નિપટવાની તૈયારી રાખવી પડશે.’
તેમને કહ્યું કે, ‘આ સમયે અમે એ વાત પર નિર્ભર છીએ કે મોહમ્મદ શમીના વકીલ અમને શું માહિતી આપે છે. થોડાક દિવસોમાં સિલેક્ટર્સને બતાવવુ પડશે કે શમી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે અવેલેબલ રહેશે કે નહીં.’
હાલમાં મોહમ્મદ શમી અને તેના ભાઈ હસીદ અહમદ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે તેમને 15 દિવસમાં સરેન્ડર થવાનો સમય આપ્યો છે. શમી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાયેલો છે.
2018માં શમીની પત્ની હસીન જહાંએ તેના પર મારપીટ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોવ લગાવ્યા હતા અને આ અંતર્ગત તેણે શમી સામે કેસ દાખલ કરાવ્યો હતો. શમીના તલાકનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.