નવી દિલ્હીઃ આગામી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે શુક્રવારે ભારતીય ટીમની પસંદગી થવાની હતી જે હવે રવિવારને 21 જુલાઈના રોજ કરવામાં આવશે. અહેવાલ અનુસાર વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે કેટલાક ખેલાડીઓના ફિટનેસ રિપોર્ટ આવવાના બાકી છે. એવામાં ટીમની પસંદગી નક્કી સમય કરતાં બે દિવસ બાદ થશે.

આ પહેલા ટીમની પસંદગી 19 જુલાઈના રોજ કરવામાં આવવાની હતી પરંતુ સીઓએ અને બીસીસીઆઈની વચ્ચે નવા ફરમાનને કારણે તેને એક દિવસ વધારીને શનિવાર કરવામાં આવ્યો હતો. સીઓએએ ગુરુવારે પોતાના નિર્ણયમાં કહ્યું કે, સિલેક્ટર્સની બેઠકમાં બોર્ડ સચિવ હિસ્સો લે અને સમગ્ર જવાબદારી પસંદગી સમિતિના અધ્યક્ષ એમ એસ કે પ્રસાદની રહેશે.



આ મામલે જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, સીઓએના નિર્ણયએ નક્કી નીતિમાં ફેરફાર કરવા મજબૂત કર્યા છે માટે ટીમની પસંદગીને એક દિવસ માટે ટાળવામાં આવી છે.

અધિકારીએ કહ્યું કે, સીઓએએ જે નિયમમાં ફેરફાર કર્યા છે તે અનુસાર સચિવ હવે ટીમ પસંદગી માટે મળનારી બેઠકમાં ભાગ નહીં લે અને આ જ કારણે પ્રક્રિયામાં મોડું થઈ રહ્યું છે કારણ કે તેનાથી કેટલીક મુંઝવણો ઉભી થઈ છે અને તેનું સમાધાન કરવું જરૂરી છે.

સીઓએએ નિર્ણય કર્યો છે કે ન તો સીઈઓ અન ન તો બીસીસીઆઈના અધિકારી ક્રિકેટ સમિતિની બેઠકમાં ભાગ લેશે. અત્યાર સુધી પસંદગી સમિતિએ બોર્ડ સચિવને સાથે રાખવાના હતા, પરંતુ સીઓએના ફરમાન બાદ તેમાં ફેરફાર થયો છે.