ભારતીય ક્રિકેટરો મોબાઈલ પર ગેમ રમી રહ્યા હતા ને કેમેરામાં થઈ ગયા કેદ, BCCIએ શું કહ્યું?
મુંબઇ બાદ પાંચમી વનડે તિરુવનંતપુરમમાં છે, તિરુવનંતપુરમ જતા પહેલા ટીમ ઇન્ડિયાએ મુંબઇ એરપોર્ટ પર ખુબ મસ્તી કરી.
BCCI ટ્વીટર પર ફોટો પૉસ્ટ કર્યો, જ્યાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બેસીને મોબાઇલ પર ગેમ રમી રહ્યાં છે. તેમને લખ્યું કે, મુંબઇ એરપોર્ટ પર ડિપાર્ચર એનાઉન્સમેન્ટની વેટ કરતાં કેટલાક ખેલાડીઓ સૌથી લૉકપ્રિય મલ્ટીપ્લેયર ગેમ રમી રહ્યાં છે. શું બતાવી શકો છો કઇ ગેમ છે? બીસીસીઆઇએ લોકોને કહ્યું હતું કે, શું તમે બતાવી શકો છો કે આ કઇ ગેમ રમી રહ્યાં છે.
ફેન્સે ઝડપથી સમજી લીધી કે આ સૌથી ફેમસ ગેમ પબજી (PUBG) રમી રહ્યાં છે. ધોની અને રોહિત શર્મા સહિત અનેક ખેલાડીઓ આ ગેમ રમતા કેમેરામાં કેદ થઇ ગયા હતા. PUBG (Player Unknown Battlegrounds) ભારતમાં ખુબ લોકપ્રિય છે. આની લોકપ્રિયતા પણ વધતી જઇ રહી છે. બીસીસીઆઇના ટ્વીટ પર લોકોએ પ્રતિક્રિયાઓ પણ આપી હતી.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે પાંચમી અને છેલ્લી વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાશે, ચોથી વનડે જીત્યા બાદ ટીમ ઇન્ડિયાને સીરીઝ જીતવા માટે છેલ્લી મેચ જીતવી જરૂરી છે.