નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) ગુરુવારે મોડી રાત્રે 2019-20 માટે ખેલાડીઓ માટે નવા સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. નવા કૉન્ટ્રાક્ટ અનુસાર એ પ્લસ સીરીઝમાં માત્ર ત્રણ જ ખેલાડીઓને રાખવામાં આવ્યા છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલી, ઉપકેપ્ટન રોહિત શર્મા અને બૉલર જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે શિખર ધવન અને ભુવનેશ્વર કુમારને એ પ્લસ સીરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શિખર ધવનનું પ્રદર્શન છેલ્લા એક વર્ષથી નિરાશાજનક રહ્યું છે, આ ઉપરાંત ભુવનેશ્વર કુમાર પણ સતત આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. જેનું નુકશાન તેમને ભોગવવું પડ્યુ છે.
આ ઉપરાંત યુવા બેટ્સમેન અને વિકેટકીપર રિષભ પંતે સારા પ્રદર્શનની ગિફ્ટ મળી છે અને તેને એ સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે.
પંતે ટેસ્ટ, ટી20 અને વનડેમાં સતત સારુ પ્રદર્શન કર્યુ છે. મહેન્દ્ર સિંહ ધોની બાદ તેને એક સારા ટેસ્ટ વિકેટકીપર-બેટ્સમેનની ખોટ પુરી છે.
ખેલાડીઓનો સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ અને ગ્રેડ... A+ ગ્રેડ – વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા (ઉપકેપ્ટન), જસપ્રીત બુમરાહ A ગ્રેડ – મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, રિષભ પંત, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી. B ગ્રેડ – હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ. C ગ્રેડ – કેદાર જાધવ, દિનેશ કાર્તિક, અંબાતી રાયડુ, મનિષ પાંડે, હનુમા વિહારી, ખલીલ અહેમદ, રિદ્ધિમાન સાહા.