હોકી વર્લ્ડ કપ 2018: બેલ્જિયમે રચ્યો ઈતિહાસ, નેધરલેન્ડને શૂટ આઉટમાં 3-2થી હરાવી જીત્યો વિશ્વ કપ
આ રોમાંચક મુકબલામાં બેલ્જિયમ તરફથી વિનસેંટ વનાશને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. ભારતના મનપ્રીત સિંહને બેસ્ટ સેલિબ્રેશન એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અર્થર વન ડોરેનને પસંદ કરવામાં આવ્યો હતો.
બેલ્જિયમ અને નેધરલેન્ડના ચારેય કર્વાટર ગોલ વિહોણા રહ્યા હતા. જે બાદ મુકાબલો શૂટઆઉટમાં ગયો. જ્યાં બેલ્જિયમે નેધરલેન્ડને 3-2થી હાર આપીને રોમાંચક જીત મેળવી હતી. નેધરલેન્ડે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. ઓસ્ટ્રેલિયાને કાંસ્ય પદક મળ્યો હતો.
ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આ રોમાંચક ફાઇનલ નીહાળી હતી.
ગોલ સ્કોરર ઓફ ધ ટુર્નામેન્ટ બેલ્જિયમને હેંડ્રિક્સ અને ઓસ્ટ્રેલિયાના બલાક ગોવર્સને જાહેર કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ બેલ્જિયમે રવિવારે હોકી વિશ્વ કપ 2018ની ફાઇનલમાં ઈતિહાસ રચ્યો હતો. ઓડિશાના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં બેલ્જિયમે શૂટઆઉટમાં નેધરલેન્ડને 3-2થી હરાવી ખિતાબ તેના નામે કર્યો હતો.