પત્ની સાક્ષીને ધોનીએ ખુદ પહેરાવી સેન્ડલ, તસવીરો થઈ વાયરલ
ધોનીની પત્ની સાક્ષીએ કરેલી પોસ્ટનો સ્ક્રીનશોટ.
ધોની 2019માં ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણીથી ટીમ ઈન્ડિયામાં પરત ફરશે.
સાક્ષી ધોનીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો પોસ્ટ કર્યો છે અને કેપ્શન લખ્યું છે કે તમે સેન્ડલ માટે પૈસા આપ્યા છે તો તેને પહેરાવો પણ તમે. ધોનીને એ વાતની ચિંતા નથી કે આ તસવીરથી લોકો તેના વિશે શું વિચારશે. લોકોની પરવા કર્યા વગર ધોની સાક્ષીને સેન્ડલ પહેરાવે છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો T20 અને 2011નો આઇસીસી વર્લ્ડકપ જીતાડનારો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ પરિવાર સાથે સમય વીતાવી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચુકેલા ધોનીનું વર્તમાન બેટિંગ ફોર્મ સારું ન હોવાથી તેનો વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
ધોની માત્ર મેદાનમાં જ નહીં મેદાન બહાર પણ કૂલ અંદાજમાં જોવા મળે છે. ધોનીએ ફરી એક વખત એવું કામ કર્યું છે તેના પ્રશંસકો ખુશ થઈ ગયા છે. ધોની એક તસવીરમાં પત્ની સાક્ષીને સેન્ડલ પહેરાવતો જોવા મળે છે. ધોનીની પત્ની સાક્ષીએ ખુદ આ તસવીર શેર કરી છે.