સ્ટોક્સે આઈપીએલ-12માં 9 મેચમાં 20.50ની એવરેજ અને 124.01ની સ્ટ્રાઇક રેટથી ફક્ત 123 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 46 રહ્યો છે. આ સિવાય તેણે 31.50ની એવરેજથી અને 11.22ની ઇકોનોમી રેટથી 6 વિકેટ ઝડપી છે. 12.5 કરોડ રૂપિયાનો ખેલાડી હોવાના કારણે આ તેના માટે ઘણું નિરાશાજનક પ્રદર્શન છે. તેના ખરાબ પ્રદર્શનની અસર ટીમ ઉપર પણ પડી છે. તેની ટીમ રાજસ્થાન 11 મેચમાં 4 જીત સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે.
2018માં આ ખેલાડી ઉપર રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો હતો. જોકે તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. ગત વર્ષે તેણે 13 મેચમાં 16.33ની એવરેજ અને 121.73ની સ્ટ્રાઇક રેટથી 196 રન બનાવ્યા હતા. 37.87ની એવરેજ અને 8.18ની ઇકોનોમી રેટ સાથે 8 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે રાજસ્થાન તરફથી અત્યાર સુધીમાં બે સિઝનમાં 22 મેચ રમતા 17.7ની એવરેજ અને 122.7ની સ્ટ્રાઇક રેટ સાથે 319 રન બનાવ્યા છે. જ્યારે 9.1ની ઇકોનોમી રેટ સાથે 14 વિકેટ ઝડપી છે. તે એકપણ વખત ટીમ તરફથી મેન ઓફ ધ મેચ બન્યો નથી.