નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના ઘાતક ઓલરાઉન્ડર ક્રિકેટર બેન સ્ટૉક્સે વિરાટ કોહલીને લઇને એક ખાસ ટ્વીટ કર્યુ છે, જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્ટૉક્સે આ ટ્વીટમાં મજેદાર રીતે બતાવ્યુ છે કે, તેને કેમ કોહલીના કારણે પોતાનું ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી દેવું પડશે. ખરેખરમાં સ્ટૉક્સને એવી કેટલીય વીડિયો ક્લિપ્સ અને તસવીરો મોકલવામાં આવી રહી છે જેમાં કોહલી ‘બેન સ્ટૉક્સ’ કહેતો દેખાઇ રહ્યો છે.



ટ્વીટ કરતાં સ્ટૉક્સે લખ્યું “મારે મારુ ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી દેવું જોઇએ, જેથી હું ફરીથી એવુ કોઇ ટ્વીટ ના જોઇ શકુ જેમાં ‘કોહલી બેન સ્ટૉક્સ કહી રહ્યો છે’. જોકે, એ સ્પષ્ટ છે કે આ તે નથી કહી રહ્યાં. તમે જાણો છો તે મજેદાર છે.”


ક્રિકેટ ફેન્સ કરી રહ્યાં છે દાવા....
ક્રિકેટ ફેન્સ એવો દાવો કરી રહ્યાં છે કે કોહલી મેચ દરમિયાન હંમેશા ઉત્તર ભારતમાં આપવામાં આવતી એક સામાન્ય ગાળનો ઉપયોગ કરે છે. જોકે આ દાવાનો કેટલાક લોકો ખોટો પણ માને છે. વળી, સ્ટૉક્સના ટ્વીટ બાદ કોહલીના ‘બેન સ્ટૉક્સ’ વાળા વીડિયો ક્લિપ્સ અને મીમ્સનુ પુર આવ્યુ છે.


ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2019, પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતેને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારતે પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકટે 336 રનનો જંગ સ્કૉર ખડકી દીધો, જવાબમાં પાકિસ્તાની ટીમ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 212 રન બનાવી શકી. ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે પાકિસ્તાની ભારતથી 89 રન દુર હતુ જેના કારણે ભારતને 89 રનથી જીત મળી હતી.