મેચ દરમિયાન બીજી ઈનિંગની શરૂઆતમાં પાંચમી ઓવર વખતે ચાર બોલ નાખીને ભુવનેશ્વર કુમારના પગમાં સ્નાયુ ખેંચાવાના કારણે તે પેવેલિયનમાં જતો રહ્યો હતો. બાકીને 2 બોલ નાખવા માટે કોહલીએ શંકરને બોલિંગ આપી. બોલિંગ કરવા આવેલા શંકરે ઈમામ-ઉલ-હકને પહેલા જ બોલ પર એલબીડબ્લ્યૂ આઉટ કરીને આ ઉપલબ્ધિ હાંસેલ કરી. બેટિંગમાં તેણે 15 બોલમાં અણનમ 15 રન બનાવ્યા.
આ પહેલા બરમૂડાના મલાચી જોન્સે 2007ના વર્લ્ડકપમાં પોતાના પહેલા બોલમાં ભારતીય ઓપનર રોબિન ઉથપ્પાને આઉટ કર્યો હતો. 2003ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના ઈયાન હાર્વેએ પાકિસ્તાનના સલીમ ઈલાહીને પહેલા જ બોલમાં આઉટ કર્યો હતો.