Fake Loan App: ડિજીટલ જમાનામાં આપણી જિંદગી સાથે જોડાયેલી મોટાભાગની વસ્તુઓ મોબાઇલ એપ દ્વારા આપણી સુધી પહોંચી રહી છે. પછી તે બેન્કિંગ સર્વિસ જ કેમ ના હોય. એવી કેટલીય ફિનટેક કંપનીઓ, બેન્ક અને એનબીએફસી છે જે મોબાઇલ એપ દ્વારા તરત જ લૉન આપે છે. આનો ફાયદો ઉઠાવતા હવે નકલી લૉન એપ એકવાર ફરીથી ગૂગલ પ્લે સ્ટૉર પર એક્ટિવ થઇ ગઇ છે. જો તમે પણ લૉનની શોધમાં છો તો આ રીતની એપની જાળમાં ના ફંસાઓ. જાણો ડિટેલ્સમાં....... 


કઇ રીતે ફસાવે છે જાળમાં ?
આ રીતની એપ તમને કોઇપણ જાતના ડૉક્યૂમેન્ટ કે કાગળની કાર્યવાહીના 5થી 7 મિનીટમાં માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડના બેઝ પર લૉન લેવાની લાલચ આપે છે. આ ખરાબ સિબિલ સ્કૉર વાળાઓને પણ ઇન્સ્ટા લૉન આપવાની લાલચ આપે છે. એકવાર જ્યારે તમે પોતાના ડૉક્યૂમેન્ટને આ એપ પર અપલૉડ કરી દો છો, તો તમને 7 દિવસ માટે 3000 થી 5000 રૂપિયા સુધીની લૉન ઓફર કરે છે, તમે જેવુ આગળ વધશો તો પ્રૉસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામ પર આ લગભગ 500 થી 600 રૂપિયા કાપી લે છે. 7 દિવસ બાદ તમારે પુરેપુરી રકમની ચૂકવણી કરવાની હોય છે. એ પણ જોવામાં આવ્યુ છે કે આ રીતની એપ પર ચૂકવણી દરમિયાન એરર આવે છે. તમારા ખાતામાંથી પૈસા કપાઇ જાય છે, પરંતુ એપ પર પેમેન્ટ ડ્યૂ બતાવે છે, કેમ કે આ ગેરકાયેદસર રીતે ચાલે છે. એટલે આનો કોઇ કસ્ટમર કેર નંબર નથી હોતો અને ઇચ્છો તો પણ તમારી ફરિયાદ ક્યાંય પણ નોંધાવી નથી શકતા. વળી બીજીબાજુ આ એપ રોજિંદા તમારા પર 100 થી 150 રૂપિયાની પેનલ્ટી લગાવે છે. ટૉર્ચરનો સિલસિલો આટલેથી નથી રોકાતો, રિકવરી માટે આ લોકો તમારા સંબંધીઓ અને દોસ્તોને પણ કૉલ કરીને હેરાન કરે છે. તેમને તમારો ફોટો મોકલીને તમને ફ્રૉડ ગણાવે છે. ઝંઝટથી બચવા માટે મોટાભાગના લોકો પેમેન્ટ કરી દે છે.  


આ રીતે આ લોકોની પાસે તમારો બધો ડેટા જતો રહે છે.....
ખરેખરમાં, જ્યારે તમે આ રીતની એપને ઇન્સ્ટૉલ કરો છો તો તમારા પાસેથી કૉન્ટેક્ટ, મીડિયા સ્ટૉરેજ, મેસેજ રીડ અને લૉકેશનનો એક્સેસ માંગે છે. એકવાર તમારા તરફથી આ તમામ વસ્તુઓ પર અલાઉ કરતાં જ તમારો બધો જ ડેટા આમની પાસે જતો રહે છે. રિક્વરી માટે આ લોકો તે ડેટાનો ઉપયોગ કરે છે. 


ફ્રૉડના પણ રહે છે ચાન્સ- 
આ રીતની એપ તમારા ડૉક્યૂમેન્ટ્સનો પણ ખોટો ઉપયોગ કરે છે. આવા કેટલાય કેસો સામે આવ્યા છે, જેમાં યૂઝર્સના પાન કાર્ડને એડિટ કરીને બીજા નામથી લૉન લેવામાં આવી. આવામાં સારુ એ છે કે આ પ્રકારની એપથી દુર જ રહો.