Commonwealth Games 2022:  ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ભારત માટે મેડલ પાકો કર્યો છે.  તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભાવિનાએ મહિલા સિંગલ્સ વર્ગમાં ઈંગ્લેન્ડની સુ બેઈલીને 11-6, 11-6, 11-6થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.



ભારતીય ખેલાડીઓએ કુસ્તીમાં કમાલ  કરી બતાવી. બજરંગ પુનિયા અને દીપક પુનિયા બંને તેમની પ્રથમ મેચ જીત્યા હતા. બજરંગે નૌરુના લો બિંગહામને 4-0થી જ્યારે દીપક પુનિયાએ ન્યૂઝીલેન્ડના મેથ્યુને 10-0થી હરાવ્યો હતો.


આજે કુસ્તીની મેચો પણ શરૂ થઇ રહી છે


બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022)નો આજે (5 ઓગસ્ટ) આઠમો દિવસ છે. આજે કુલ 17 ગૉલ્ડ મેડલ પર દાવ છે. ભારતીય ખેલાડી (Indian Athletes) આજે કોઇપણ ગૉલ્ડ મેડલ ઇવેન્ટમાં ભાગ નહીં લે, જોકે, તે એથ્લેટિક્સની અલગ અલગ સ્પર્ધાઓથી લઇને બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને લૉન બૉલ્સની નૉકઆઉટ મેચોમાં દેખાશે. 


કૉમનવેલ્થ ગેમ્સમાં આજે કુસ્તીની મેચો પણ શરૂ થઇ રહી છે. ભારતની 6 પહેલવાન અહીં દમ લગાવશે, મહિલા હૉકી માટે પણ આજે મહત્વની મેચ રમાશે. હૉકીની સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે.


બેડમિન્ટન - 
સાંજે 4.10 વાગેઃ જોલી ટેરેસા, ગાયત્રી ગોપીચંદ (મહિલા ડબલ્સ, રાઉન્ડ ઓફ 16)
સાંજે 5.30 વાગેઃ કિદાંબી શ્રીકાંત (પુરુષ સિંગલ, રાઉન્ડ ઓફ 16)
સાંજે 6.10 વાગેઃ પીવી સિન્ધુ (મહિલા સિંગલ,રાઉન્ડ ઓફ 16)
રાત્રે 11.20 વાગેઃ આકર્ષી કાશ્યપ (મહિલા સિંગલ, રાઉન્ડ ઓફ 16)
રાત્રે 11.20 વાગેઃ લક્ષ્ય સેન (પુરુષ સિંગલ, રાઉન્ડ ઓફ 16) 
રાત્રે 12 વાગેઃ સાત્વિક સાઇરાજ રન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી (પુરુષ ડબલ્સ, રાઉન્ડ ઓફ 16)


સ્ક્વૉશ - 
સાંજે 5.15 વાગેઃ બેલાવન સેન્થીલકુમાર, અભય સિંહ (પુરુષ ડબલ્સ, રાઉન્ડ ઓફ 16)
રાત્રે 10.30 વાગેઃ દીપિકા પલ્લીકલ, જોશના ચિનપ્પા (મહિલા ડબલ્સ, ક્વાર્ટર ફાઇનલ)
રાત્રે 12 વાગેઃ દીપિકા પલ્લીકલ, સૌરવ ઘોષાલ (મિસ્ક્ડ ડબલ્સ, ક્વાર્ટર ફાઇનલ)


હૉકી - 
રાત્રે 12.45 વાગેઃ ભારત vs ઓસ્ટ્રેલિયા (મહિલા સેમિ ફાઇનલ)