મળતી માહિતી મુજબ ચોથી ઓવરમાં મોરિસ જ્યારે બોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન અંતિમ બોલ પર મેલબોર્ન રેનેગેડ્સના ખેલાડી શોન માર્શ સ્ટ્રાઇક પર હતો. જ્યારે તેને મોરિસની બોલ પર શોટ માર્યો તો તેના બેટના 2 ટુકડા થઈ ગયા. ત્યાર બાદ માર્શે બેટને ઉઠાવી બધાને દેખાડ્યું અને નવા બેટ માટે પેવેલિયન તરફ ઇશારો કર્યો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
બીબીએલએ આ વીડિયો શેર કર્યો છે. જેમાં શોન માર્શનું બેટ તૂટી ગયું છે. આ રીતે લાંસ મોરિસનો બિગ બેશ લીગમાં પ્રથમ શિકાર શોન માર્શનું બેટ જ રહ્યું. ખુદ માર્શ પર પોતાનું બેટ તૂટી જતા હેરાન રહી ગયા હતા.