પિતાનું નિધન થયું હોવા છતાં આ ક્રિકેટર ઉતરશે મેદાન પર, હાલ નહીં જાય ઘરે
આ પહેલા રાશિદે ભાવુક બનીને સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે મેં મારા જીવનમાંથી સૌથી મોટી વ્યક્તિને આજે ગુમાવી દીધી છે. તે છે મારા પિતા. હવે મને સમજણ પડી છે કે તે કેમ મને કહ્યા કરતા હતા કે હિમ્મત રાખો. કારણ કે આજે તેમના વગર એકલો રહી ગયો છું.
નવી દિલ્હીઃ રાશિદ ખાન અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી છે. તે લીગમાં રમે છે અને શાનદાર પ્રદર્શન પણ કરે છે. હાલમાં રાશિદ ખાન ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ રમી રહ્યા છે. તે એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી રમે છે. ત્યારે જ તેના ઘરેથી એક હેરાન કરનારા સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાનમાં તેના પિતાનું નિધન થયું છે. ત્યારે તેણે ઘરે જવાને બદલે ઓસ્ટ્રેલિયામાં લીગ ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો છે. તે ઘરે નહીં આવે, બિગ બૈશ લીગ રમતા રહેશે.
રાશિદે બીગ બેશ લીગમાં બેટ અને બોલિંગ બંન્નેમાં ઉપયોગી પ્રદર્શન કર્યું છે. ગત મેચમાં 21 રનની ઇનિંગ્સ રમી હતી. આવા સમયે જો તે ટીમને છોડીને જાય તો એડિલેડ સ્ટ્રાઇકર્સને મોટો ફટકો પડી શકે છે.