કોહલીના કાઉન્ટીમાં રમવાના નિર્ણય પર ઈંગ્લેન્ડના આ પૂર્વ ક્રિકેટરે વ્યક્ત કરી નારાજગી, જાણો શું કહ્યું
વિરાટ કોહલી હાલ બેટિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં તેણે ટેસ્ટ, વન-ડે અને ટી-20માં રનનો ધોધ વહાવ્યો હતો. કોહલીના પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વનડે અને ટી-20 સીરિઝ જીતવામાં સફળ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ જૂન મહિનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ત્યાં પાંચ ટેસ્ટ, ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચની સીરિઝ રમશે.
તેમણે એમ પણ કહ્યું કે, હું કોઈપણ વિદેશી ખેલાડીને ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતા જોવા નથી માંગતો. તેનાથી આપણે ત્યાંના અનેક યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને કોઈ ફાયદો નહીં થાય. કાઉન્ટી ટીમો કોહલીને અહીં રમાડવા માટે તગડી રકમ પણ ચૂકવશે. આપે વિરાટનું ગત સીરિઝના ખરાબ પ્રદર્શન પર જ ધ્યાન આપવું જોઈએ. કોઈ વિદેશી ખેલાડીને અહીં રમવાનો મોકો આપીને આપણે ઘરઆંગણે ટેસ્ટ હારવાની તૈયારી કરીએ તેમ અમે નથી ઇચ્છતાં.
ઈંગ્લેન્ડના ગત પ્રવાસમાં જેમ્સ એન્ડરસને તેની સ્વિંગ દ્વારા કોહલીને ઘણો પરેશાન કર્યો હતો અને આઉટ કરવામાં પણ સફળ રહ્યો હતો. આ કારણે કોહલીએ આઈપીએલની સમાપ્તિ બાદ કાઉન્ટિ ક્રિકેટમાં રમાવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીને ધ્યાનમાં રાખી કાઉન્ટી ક્રિકેટ રમવાનો ફેંસલો કર્યો છે. ઈંગ્લેન્ડના ગત પ્રવાસમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કરનારો કોહલી ટેસ્ટ સીરિઝ પહેલા ખુદને અહીંના વાતાવરણમાં સેટ કરવા માંગે છે.
વિરાટનો આ ફેંસલો ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર બોબ વિલિસનો પસંદ નથી આવ્યો. તેણે કહ્યું કે કાઉન્ટી ક્રિકેટમાં કોઈપણ વિદેશી ખેલાડીની હાજરી તે સાંખી નહીં લે. વિરાટને કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો મોકો આપીને ઈંગ્લેન્ડ ભારતીય ટીમ સામેની શ્રેણીમાં તેમની મુશ્કેલી વધારે તેમ અમે નથી ઈચ્છતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -